શોધખોળ કરો
Advertisement
સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં શું આવ્યો મોટો ટ્વીસ્ટ? જાણીને ચોંકી જશો
કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુમુલની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. તેમણે ભાજપ તરફથી અપાયેલા મેન્ડેટનો વિરોધ કર્યો હતો.
સુરતઃ સુમુલ ડેરીના પ્રમુખ પદે માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠકને ભાજપે મેન્ડેટ આપ્યા પછી કોંગ્રેસ મેદાનમાં આવતાં ચૂંટણીમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. કોંગ્રેસે હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે હવે 21મી સપ્ટેમ્બર બાદ પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત થશે.
કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુમુલની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. તેમણે ભાજપ તરફથી અપાયેલા મેન્ડેટનો વિરોધ કર્યો હતો. હવે કોંગ્રેસ સમર્થકો ઉમેદવારી નોંધાવશે. સુમુલની ચૂંટણીમાં કટ્ટર દુશ્મન દોસ્ત બન્યા છે. ભાજપ હાઈ કમાન્ડે બન્ને પક્ષને સાચવ્યા છે. પ્રમુખ પદે માનસિંગ પટેલ, ઉપપ્રમુખ પદે રાજુ પાઠકને મેન્ડેટ આપવામાં આવ્યો છે. માનસિંગ પટેલ અને રાજુ પાઠક ચૂંટણીમાં આમને સામને લડ્યા હતા. ઉપ પ્રમુખ તરીકે જયેશ જેલાડની ચર્ચા હતી. જોકે, અંતિમ સમયે જયેશ જેલાડના નામ પર કાતર લાગી છે. પરંતુ હવે કોંગ્રેસે ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતા હવે સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement