શોધખોળ કરો

Surat: સુરતની આ પેઢીએ 40થી વધુ રત્ન કલાકારોને કરી દીધા છૂટા, 20 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોની આંખમાં આવ્યા આંસુ

સુરત: ડાયમંડ નગરી સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં હીરા કંપનીમાં રત્નકલાકારોને છૂટા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલ કાર્પ ઈમપેક્ષ ડાયમંડ કંપનીમાંથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે.

સુરત: ડાયમંડ નગરી સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં હીરા કંપનીમાં રત્નકલાકારોને છૂટા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલ કાર્પ ઈમ્પેક્ષ ડાયમંડ કંપનીમાંથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. 40થી વધુ રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કાર્પ હીરા કંપની વિશ્વની ખ્યાતનામ કંપની છે.

1 મહિના પહેલા હીરા ન આવતા હોવાનું કહી રત્નકલાકારોને છૂટા કરવાનું કહેવામાં આવ્યું હતું. 15 થી 20 વર્ષ જૂના રત્નકલાકારોને છૂટા કરવામાં આવતા આક્રોશ જોવા મળ્યો હતો. શેઠ અને રત્નકલાકારોના સબંધ પર પાણી ફરી વળ્યું છે. રત્નકલાકરોએ 3 મહિનાનો પગાર આપવા માંગ કરી છે. 20 વર્ષ પછી અચાનક છુટા કરવામાં આવતા રત્નકલાકારોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

સુરતમાં ધોળા દિવસે IITના વિદ્યાર્થીએ સાથીઓ સાથે મળી કરી 1 કિલો સોનાની લૂંટ

 IITમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ સુરતમાં લૂંટનો પ્લાન બનાવી એક કિલો સોનાની લૂંટ કરી છે. સુરતમાં બિલ વગરનું 65 લાખનું સોનું વેચવા જતાં જ્વેલર્સને ભારે પડ્યું હતું. ઇન્દોરના 4 યુવકોની વડોદરા હાઇવેથી ધરપકડ કરાઈ છે. રૂપિયા કમાવવા માટે ચારેય આરોપીઓએ શોર્ટ કટ લીધો હતો.

સુરત શહેરના ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે ઘોળે દિવસે 3 બદમાશોએ 1 કિલો સોનાના બિસ્કિટ જેની કિંમક રૂપિયા 65 લાખ થાય છે તેની લૂંટ કરી કારમાં ભાગી ગયા હતા. આ લૂંટમાં ક્રાઇમબ્રાંચે દેવેન્દ્ર નરવરિયા, સૌરભ વર્મા, મોહિત વર્મા અને પિયુષ યાદવને વડોદરા હાઇવે પરથી પકડી પાડી તમામ મુદામાલ કબજે કર્યો છે. આ આખા મામલામાં એક આઈઆઈટીમાં અભ્યાસ કરનાર યુવકનો પણ સમાવેશ થાય છે.

શું હતી ઘટના ?

ગત 30 મેના રોજ ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે આવેલા જ્વેલર્સના માલિકે બે કર્મચારીઓને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ આપવા મોકલ્યા હતા. કારના નંબર આધારે કર્મચારીએ મદનલાલ શાહનું નામ આપ્યું હતું, પરંતુ તેઓ એક મહિલા સાથે બહાર ઊભા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા શખ્સે સોનાના બિસ્કિટ ચેક કરી, ચેક આપવાની વાત કરી હતી. કર્મચારીએ ચેક લેવાની ના પાડી કર્મચારી પણ કારમાં બેસી ગયો હતો. એટલામાં બીજા એક શખ્સે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી ત્રણેય યુવકો ભાગી છૂટ્યા હતા. 

આ દરમ્યાન ખટોદરા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આધારભુત હકીકત મળી હતી કે લૂંટને અંજામ આપનાર ઈસમો મધ્યપ્રદેશ ઈંદોરના છે અને પોતાની ફોર-વ્હિલર કાર MP09ZN9738 લઈ કરજણ-વડોદરા થઈ મધ્યપ્રદેશ તરફ રવાના થયા છે. પોલીસે  વડોદરા ગ્રામ્યની વરણામા પોલીસની મદદથી એક સંયુક્ત ઓપરેશન પાર પાડી વરણામા ખાતેથી ચાર આરોપીઓને 10 નંગ સોનાના બિસ્કિટ વજન 1 કિલો કિ.રૂ 65,00,000/- તેમજ સ્વીફ્ટ ડીઝાયર કાર અને 03 મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.

પકડાયેલા આરોપીઓના નામ

દેવેન્દ્ર કૈલાશ નરવરીયા ઉવ. 29 
મોહીત રાઘવેન્દ્ર વર્મા ઉવ. 21
સૌરભ મુકેશ વર્મા ઉવ.20 
પિયુષ મોહનલાલ યાદવ ઉવ. 22 

આરોપીઓ મોહીત વર્માએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે આજથી આશરે છ મહીના પહેલા ઇન્દોરની રહેવાસી વર્ષા પવારે જણાવ્યું હતું કે, સુરતમાં પોતાના ઓળખીતા છે તેમની પાસે બીલ વગરનુ ગોલ્ડ છે. તેઓનુ ગોલ્ડ કમીશનથી તેઓ વેચનાર છે. જો તમારી પાસે કોઇ બીલ વગરનુ ગોલ્ડ ખરીદનાર કસ્ટમર હોય તો ગોલ્ડ વેચાવી આપજો.

મોહિત આઈઆઈટીમાં અભ્યાસ કરતો હતો. જોકે પરિવારની સ્થિતિને જોતા અભ્યાસ છોડી દીધી હતો. મોહીતના માતા પિતા ગુજરી ગયા બાદમાં ઘરમાં કમાનાર માત્ર પોતે એકલો જ હતો અને ભાઇ અને બહેનની સ્કુલ કોલેજની ફી માટેના પૈસા પણ ભરી શકતો ન હતો અને આર્થીક તંગીના કારણે પોતે કંટાળી ગયો હતો. આ દરમ્યાન પાચેક દીવસ અગાઉ વર્ષા પવારનો ફોન આવતા ગોલ્ડ વેચાણ બાબતે જણાવતા પોતે નક્કી કરેલ કે મીત્રો સાથે સુરત જઇ સુરતનો જે ઇસમ ગોલ્ડ બતાવવા આવશે ત્યારે તેનુ ગોલ્ડ ચકાસવાના બહાને ગોલ્ડની લુંટ કરી ત્યાથી નાશી જવાનુ અને ઇન્દોરમા સોનુ વેચી જે કઇ મળે તે સરખે હીસ્સે વહેંચી લઇશુ. 

લૂંટનો પ્લાન મનોમન નક્કી કર્યો અને તા. 29 મેના રોજ રાત્રે ચારેય મીત્રો તથા વર્ષા પવારને સાથે લઇ ઇન્દોરથી ગોલ્ડ ખરીદવાના બહાને સુરત આવવા નીકળ્યા હતા. જ્વેલર્સ સામે પણ કાર્યવાહીની શક્યતા છે. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વર્ષા નામની મહિલાની પૂછપરછ ચાલી રહી છે. જો તેની આ લૂંટમાં સંડોવણી જણાશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. હાલ તો આ મહિલાની લૂંટમાં કોઈ સંડોવણી સામે આવી નથી. આ સાથે જ જ્વેલર્સે પણ બિલ વગરનું સોનું વેચવાનો પ્રયાસ કરતા તેને લઈને પણ એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Embed widget