Crime: સુરતમાંથી નકલી IPS પોલીસ અધિકારી ઝડપાયો, વર્દી-વૉકીટૉકી સાથે રસ્તાં પર કરતો હતો વાહનોનું ચેકિંગ....
સુરતથી એક નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો છે. આ ઝડપાયેલા શખ્સ પાસેથી આઇપીએસ ઓફિસરની સ્ટાર વાળી વર્દી, વૉકીટૉકી અને કૉન્સ્ટેબલની ટોપી મળી આવ્યા હતા
![Crime: સુરતમાંથી નકલી IPS પોલીસ અધિકારી ઝડપાયો, વર્દી-વૉકીટૉકી સાથે રસ્તાં પર કરતો હતો વાહનોનું ચેકિંગ.... Crime News: fake ips police officer arrested by real police in surat during vehicle checking on the highway Crime: સુરતમાંથી નકલી IPS પોલીસ અધિકારી ઝડપાયો, વર્દી-વૉકીટૉકી સાથે રસ્તાં પર કરતો હતો વાહનોનું ચેકિંગ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/b5e6123bf0d137c56e5f6e0ff9faf6c3169925118738477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: રાજ્યમાં નકલ શબ્દ ખુબ જ પ્રચલિત થઇ રહ્યો છે, નકલી ઘી, નકલી તેલ, નકલી માવો, નકલી કચેરી અને હવે નકલી આઇપીએસ પોલીસ અધિકારી પણ જોવા મળ્યો છે. સુરતમાં પોલીસની ટીમે નકલી આઇપીએસ ઓફિસરને ઝડપી પાડ્યા છે. સુરતમાં રસ્તાં પર ઉભા રહીને વાહનોનું ચેકિંગ કરી રહેલા એક શખ્સને ઉધના પોલીસે ઝડપી પાડ્યા, આ શખ્સે તે દરમિયાન આઇપીએસ ઓફિસરની વર્દી પહેરેલી હતી અને વાહનોને રોકીને ચેકિંગ કરી રહ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી આજે એક નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો છે. આ ઝડપાયેલા શખ્સ પાસેથી આઇપીએસ ઓફિસરની સ્ટાર વાળી વર્દી, વૉકીટૉકી અને કૉન્સ્ટેબલની ટોપી મળી આવ્યા હતા. ખરેખરમાં, સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં થયેલા એક એક્સિડેન્ટના સિલસિલામાં ઉધના પોલીસની ટીમ ત્યાં ફૂટેજ જોવા પહોંચી હતી. ત્યારે ત્યાંથી ઉધના પોલીસે નકલી IPSને ઝડપ્યો હતો. આ શખ્સ મૂળ બિહારનો વતની છે અને ભાઠેના વિસ્તારમાં સિલાઇનું કામ કરી રહ્યો છે, તેનુ નામ મોહમંદ શરમને છે અને તે માત્ર ૧૦મું પાસ છે. તેને પોલીસ બનવાનો શોખ હતો જેના કારણે તેને નકલી આઇપીએસ ઓફિસરનો વેશ ધારણ કર્યો હતો.
આરોપી મોહમંદ શરમન છેલ્લા કેટલાક દિવસથી અમસ્તો જ ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે ઊભો રહીને વાહન ચેકિંગ કરવાનો ડોળ કરતો હતો. ઉધના પોલીસની ટીમ ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે જ્યારે પેટ્રૉલિંગ કરવા પહોંચી હતી, અને ત્યાં થયેલા એક અકસ્માતના ફૂટેજ પણ ચકાસવાનો ઇરાદો હતો. આ સમયે ત્રણ રસ્તા પાસે જ પોલીસનો યૂનિફોર્મ પહેરીને ઊભી રહેલી વ્યક્તિને જોઇ હતી. પ્રૉબેશનરી આઇ.પી.એસ. લગાવે છે તેવા ત્રણ સ્ટાર તેના યૂનિફોર્મ ઉપર ચમકતા હતા, પરંતુ આ વ્યક્તિ હાથમાં બેગ લઇને ઊભી હતી અને માથે ટોપી કૉન્સ્ટેબલ પહેરે તેવી પહેરી હતી. એટલું જ નહીં તેના ચહેરા ઉપર દાઢી પણ વધેલી હોઇ પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. આ પછી પોલીસે નકલી આઇપીએસ અધિકારીને ક્યાં નોકરી કરો છો તેવું પૂછતાં જ તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. પોલીસે આઇકાર્ડની માંગણી કરતાં આધાર કાર્ડ આપ્યુ અને મામલો સ્પષ્ટ થઇ ગયો હતો. હાલમાં આ વ્યક્તિને અટકાયતમાં લઇ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. દેસાઇએ વધુ પૂછપરછ કરતાં તેને પોતાનું નામ મોહંમદ શરમઝ હોવાનું જણાવ્યું હતું. પોતે માત્ર ૧૦મું પાસ હોવાનું અને હાલ ભાઠેનામાં સિલાઇ મશીનનું કામ કરવા બિહારથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેને પોલીસ બનવાનો શોખ હોઇ માત્ર શોખ કરવા તેણે IPSનો યૂનિફોર્મ સિવડાવ્યો હતો અને તે પહેરીને અહીં ઊભો રહેતો હતો. જોકે, ઘરની ઝડતી દરમિયાન પ્લાસ્ટિકની વૉકીટૉકી પણ મળી આવી હતી. પોલીસે નકલી સરકારી કર્મચારી બનવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)