શોધખોળ કરો

ગુજરાતમાં મહા વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનો પ્રારંભ

ગુજરાતમાં મહા વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘકહેર. વલસાડના ધરમપુરમાં સવારે બે કલાકમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ.

અમદાવાદઃ ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસર હજુ માંડ પૂરી થઈ છે, ત્યાં મહા વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. મહા વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી દરિયાકાંઠા આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે પણ અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજ વહેલી સવારથી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડના ધરમપુરમાં 2.2 ઈંચ, કપરાડામાં 1.5 ઈંચ, નર્મદાના સાગબારામાં 1 ઈંચ, સુરતના બારડોલીમાં 17 એમએમ, વલસાડના પારડીમાં 14 એમએમ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહા વાવાજોડાના લઈને પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તો દરિયાનો પણ રંગ બદલાયો છે. દરિયામાં ભારે પવન અને કરંટ હોવાના કારણે પોરબંદરની મોટાભાગની બોટ કિનારે આવી ગઈ છે. મહા વાવાઝોડાને લઈ માછીમારો અને ખેડૂતો ચિંતિત બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો છે. રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વરસાદ પડે તો યાર્ડમાં ખેડૂતોના તૈયાર પાકને નુકસન થઈ શકે છે. મોટા ભાગના યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી છે. જૂનાગઢના માંગરોળ તેમજ માળીયા હાટીનામાં વાવાજોડાને પગલે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. એટલું જ નહીં, તમામ બોટો માંગરોળ બંદર ખાતે બોલાવી લેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દરિયો નહીં ખેડવાની માછીમારોને સૂચના અપાઇ છે. હાલ, માંગરોળમાં વરસાદનો પ્રારંભ પણ થઈ ગયો છે. ભાવનગર શહેરમાં વહેલી સવા થી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના વાઘાવાડી રોડ, કળાનાળા વિસ્તાર, કાલુભા રોડ, જશોનાથ સર્કલ વિસ્તાર, ભીડભંજન ચોક વિસ્તાર, કળિયાબીડ સહિતના વિસ્તાર કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં સાર્વત્રિક ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો છે. માંડવીથી કીમ સુધીના ધોરી માર્ગ પર વરસાદ પડી રહ્યો છે. કામરેજ અને ઓલપાડમાં પણ વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ધરમપુર, પારડી અને વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લામાં સવારથી વતારાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના આજુ બાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરુ થયો છે. નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. મોડી રાતથી નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધીમાં 13મીમી વરસાદ પડ્યો હતો. ઝલાલપોરમાં 5મીમી વરસાદ, વાંસદા 8મીમી, ચિખલી 13મીમી, ગણદેવી 10મીમી, ખેરગામ 17મીમી વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Embed widget