શોધખોળ કરો

News: નેપાળથી ચરસ લઇને સુરત વેચવા આવેલા બેને પોલીસે ઝડપ્યા, તપાસમાં 11 લાખનું ચરસ નીકળ્યુ ને....

સુરત દિવસે દિવસે ગુનાખોરીનું કેન્દ્ર બની રહ્યું છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, શહેરમાં ચરસ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

Drugs And Charas News: સુરત દિવસે દિવસે ગુનાખોરીનું કેન્દ્ર બની રહ્યું છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, શહેરમાં ચરસ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના સારોલી વિસ્તારમાં ચરસ વેચી રહેલા બે લોકોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે, આ બન્ને આરોપીએ નેપાળી હોવાનું ખુલ્યુ છે. 

સુરતમાં કેફી પદાર્થોનો મોટા પાયે વેપાર થઇ રહ્યો છે, એક પછી એક કિસ્સાઓમાં પોલીસ આ સમગ્ર કાંડનો પર્દાફાશ કરી રહી છે, હાલમાં મળતી માહિતી પ્રમાણે, શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, ખરેખરમાં, પકડાયેલા બન્ને આરોપી નેપાળી યુવકો હોવાનું ખુલ્યુ છે. સારોલી વિસ્તારમાંથી પકડાયેલા બન્ને યુવાનો નેપાળથી ચરસ વેચવા સુરત આવ્યા હતા, જોકે, પોલીસે બાતમીના આધારે ઓપરેશન ચલાવ્યુ અને સુરતના સીમાડા ચેકપૉસ્ટ પાસેથી આ બન્ને નેપાળીઓ યુવકોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તલાશી દરમિયાન આરોપીઓ પાસેથી 11 લાખની કિંમતનું 8 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યુ હતુ. હાલમાં સારોલી પોલીસે બન્ને આરોપીએ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઉડતા ગુજરાત’એ ભાજપની ‘ગીફ્ટ’, ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ: ગુજરાત કોંગ્રેસ

રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે છે પરતું રાજ્ય અને દેશ-વિદેશમાં પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાણમાં ગુજરાત ગેટવે બન્યું છે ત્યારે ‘ઉડતા ગુજરાતે’ ભાજપની ગીફ્ટ છે. તેમજ દેશના અને ગુજરાતના યુવાનોને બરબાદ કરનારી દારુ અંગેની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૯૩૭૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ખુબ જ ચિંતાજનક છે. રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે.

સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ - નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ – નશીલા પદાર્થ

વર્ષ                         કિલો       લીટર      નંગ

વર્ષ ૨૦૧૮            ૧૫૧૧૭.૮           ૦          ૨૭૧૨૬

વર્ષ ૨૦૧૯            ૧૪૯૨૩.૪           ૦          ૪૨૦૦

વર્ષ ૨૦૨૦            ૧૩૨૧૩.૨           ૮૯૪.૩   ૩૩૦૩૦

વર્ષ ૨૦૨૧            ૨૧૩૦૭.૦           ૯૨.૩     ૮૬૨૨

વર્ષ ૨૦૨૨            ૨૯૨૩૦.૫૫         ૧૨૪૨.૬૮           ૧૮૫

કુલ                     ૯૩૬૯૧.૯૫         ૨૨૨૯.૨૮           ૭૩૧૬૩

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget