શોધખોળ કરો

Surat Rain: સુરતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સુરત શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  4 ઈંચ વરસાદના કારણે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે.

સુરત: સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સુરત શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  4 ઈંચ વરસાદના કારણે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે.  સુરત શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા. સુરતમાં મહાનગરપાલિકાના પાપે જનતા પરેશાન છે. સુરતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.  સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. ઉધના દરવાજા, લિંબાયત, અડાજણમાં જળબંબાકાર છે. 

Surat Rain: સુરતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયા છે.  ડુંભાલ, ઓમ નગર અને એસ.કે. નગર પાસે,મીઠીખાડી - બેઠી કોલોની,ક્રાંતિ નગર,ઈન્દિરા વસાહત વિસ્તારોમાં પાણી ભરાયા છે.  માન દરવાજા,ખ્વાજા નગર,પંચશીલ નગર,રઝા નગર,ઉમરવાડા જવાહર નગર,નહેરુ નગર,સલીમ નગર વગેરે વિસ્તારમાં પાણી ભરાયા છે. 

સહારા દરવાજા પાસે બસ પાણીમાં ફસાઈ

વરસાદને લઈ સહારા દરવાજા પાસે બસ પાણીમાં ફસાઈ હતી.  બસ ફસાતા મુસાફરોને બારી વડે બહાર કાઢવામાં આવ્યા હતા. સરકારી એસટી બસ પાણીમાં ફસાઈ જતા ઇમરજન્સી દરવાજા વડે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

Surat Rain: સુરતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમાં ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. પુણાગામ તળાવની બાજુ અક્ષરધામ સોસાયટીના મકાનોમાં પાણી ફરી વળ્યા છે.  

Surat Rain: સુરતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. સુરતમાં વરસાદનું જોર વધતા વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા.   

રાજયમાં વરસાદની ઝોન વાઈઝ સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.04 ટકા, મધ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા,વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.24, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જૂનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના 207 જળાશયોમાં 52.96 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 60.41, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 34.47 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 41.56 ટકા, કચ્છના 20 જળાશયોમાં 63.77 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.49 ટકા જ્યારે સરદાર સરોવરમાં 63.38 ટકા પાણીના જથ્થા સાથે રાજ્યમાં કુલ 52.96 ટકા પાણીનો જથ્થો છે.   

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget