શોધખોળ કરો

સુરતમાં વ્યાજખોરોનો આતંક, 11.25 લાખ ન આપે તો ઘરે કોલગર્લ મૂકવાની હીરા વેપારીને ધમકી

10 લાખની મુદ્દલ સામે વ્યાજની ઉઘરાણી કરી મધરાત્રે દરવાજાનાં કાચ તોડી આતંક મચાવ્યો હતો. આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Surat News: સરકારના કડક કાયદા છતાં રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસ વધુ એકવાર અનહોની ઘટના સામે આવી છે. સુરતમાં સિંગણપોર વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં વ્યાજખોરોએ એક હીરા વેપારી સાથે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં જોવા મળ્યા છે. વ્યાજખોરોએ હીરાને વેપારીને ધમકી આપી હતી કે જો વ્યાજના 11.25 લાખ રૂપિયા નહીં આપે તો ઘરે કોલગર્લ મૂકી જશે. વૃદ્ધાએ કાનની બુટ્ટી કાઢી આપવાનો ઇનકાર કરતા વ્યાજખોરોએ કિડની વેચી નાણાં આપવાનું કહ્યું. 10 લાખની મુદ્દલ સામે વ્યાજની ઉઘરાણી કરી મધરાત્રે દરવાજાનાં કાચ તોડી આતંક મચાવ્યો હતો. આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

નકલી કસ્ટમર કેર નંબર પર કોલ લાગી જતા વેપારી સાથે છેતરપિંડી

જેમ જેમ આર્થિક વ્યવહારમાં ડિજીટલનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ છેતરપિંડીના કેસમાં વણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કડોદરાના લાકડાના વેપારી સાથે આ રીતે જ કોઈએ લાખોની છેતરપિંડી કરી છે. વેપારી પાસે ઓનલાઈન એપ ડાઉનલોડ કરાવી આ છેતરપિંડી કરવામાં આવી છે.

કડોદરાના લાકડાના વેપારીએ માણેકપોરનાં વેપારીને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. જોકે પૈસા ટ્રાન્સફર ન થતાં કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં ફેક નંબર પર કોલ લાગી જતા ચીટરે ખેલ પાડી દીધો હતો. પૈસા પરત આવી જશેની બાંહેધરી આપીને એનિડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપની મદદથી ચીટરે વેપારીના ખાતામાંથી 14.93 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આજના સમયમાં લગભગ દરેક કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પહેલા કરતાં હવે વસ્તુઓ કરવાનું સરળ લાગે છે. લગભગ દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેમ કે- બેંકિંગ ક્ષેત્ર. અહીં પણ ઘણું બદલાઈ ગયું છે. હવે લગભગ દરેક કાર્ય માટે બેંકમાં જવાની જરૂર નથી, કારણ કે હવે ઘણા કાર્યો ઓનલાઈન બેંકિંગ અથવા ફોન બેંકિંગ વગેરે દ્વારા કરી શકાય છે. તે જ સમયે, ઘણા લોકો કસ્ટમર કેર સાથે વાત કરવા માટે નંબરો શોધે છે અને આજકાલ લોકો દરેક વસ્તુ માટે Google પર જાય છે. તેવી જ રીતે, લોકો Google પર કસ્ટમર કેર નંબર પણ સર્ચ કરે છે, પરંતુ રાહ જુઓ, જો તમે પણ Google પર બેંક સંબંધિત નંબરો જેમ કે કસ્ટમર કેર નંબર વગેરે સર્ચ કરો છો, તો આ ન કરો. અન્યથા તમે છેતરાઈ શકો છો. હા, આ વાત સાચી છે. તો ચાલો જાણીએ કે આવું કેમ ન કરવું જોઈએ અને તમે કસ્ટમર કેર નંબર ક્યાંથી મેળવી શકો છો.

વાસ્તવમાં, Google પર કોઈપણ બેંકના કસ્ટમર કેર નંબરને સર્ચ કરવાની મનાઈ છે કારણ કે છેતરપિંડી કરનારાઓ અહીં નકલી વેબસાઈટ અને નકલી ગ્રાહક સેવા નંબરો મૂકે છે. તે એકદમ વાસ્તવિક લાગે છે અને તમે કહી શકતા નથી કે તે પ્રથમ નજરમાં નકલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget