શોધખોળ કરો
Advertisement
Vapi : સોલવંટનું ટ્રેડિંગ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં મચી ગઈ દોડધામ
કંપનીમાં મોટી માત્રામાં સોલવંટ સહિત અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ છે. પોલીસ અને વાપી ઈમરજન્સીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.
વલસાડઃ વાપી જીઆઇડીસી ખાતે આવેલી સોલવંટનું ટ્રેડિંગ કરતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. એચઆરડી અને એચપી પટેલ ટ્રેડિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા 6થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. આગ બેકાબૂ થતાં કંપનીમાં મોટા ભાગમાં પ્રસરી ગઈ છે. જેને કારણે આસપાસની કંપનીમાં પણ દોડધામ મચી ગઈ છે.
ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટતા ટોળા વિખેરવા પોલીસે કડકાઈ વાપરવી પડી હતી. કંપનીમાં મોટી માત્રામાં સોલવંટ સહિત અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ છે. પોલીસ અને વાપી ઈમરજન્સીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement