શોધખોળ કરો

સુરતમાં થાઈલેન્ડની યુવતીના મોતની તપાસ માટે SITની રચના, કયા IPS અધિકારીને સોંપાઈ તપાસની જવાબદારી? જાણો

થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે.

સુરત: રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. હત્યા કે અકસ્માત આગ લાગતાં થયેલા મોત અંગે ઘુંટાતા રહસ્યનો ભેદ ઉકેલવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પરંતુ તેમાં પણ કોઇ સ્પષ્ટતા નહીં થતા વિશેરા સહિતના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે. થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે. થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજી પણ પોલીસ કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી. થાઈલેન્ડની યુવતીના રહસ્યમય મોત મામલે પોલીસ હજુ પણ હત્યા કે અકસ્માત મોતના કારણો શોધી શકી નથી. મૃતક યુવતીની રૂમ પાર્ટનરે રૂમની બહાર તાળું કેમ હતું તેની થિયરી રજૂ કરતા પોલીસ પણ ગૂંચવાઈ ગઈ છે. રૂમની પાછળ બીજો એક દરવાજાથી બહાર નીકળતું હતું. કાયમી ધોરણે રૂમની બહાર તાળું મારી રાખતા હોવાનું રૂમ પાર્ટનર યુવતીનું નિવેદન જ્યારે મૃતક થાયલેન્ડની યુવતીએ છેલ્લે તેના પતિ સાથે વાત કરી હતી. બીજી તરફ મૃતક યુવતીને સુરતના બાજીપૂરા ગામના અંકુર નામના યુવક સાથે પણ પ્રેમ સંબંધો હોવાનું બહાર આવ્યું છે. થાઈલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર આવેલી યુવતી સુરતમાં જુદા જુદા સ્પામાં નોકરી કરતી હતી. હજુ પણ મોતનું કારણ અકબંધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

ABP Premium

વિડિઓઝ

Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદMehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યાAhmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Embed widget