શોધખોળ કરો

સુરતના સૌરાષ્ટ્રવાસીઓને વતન લઈ જવા સરકારે શું કરી મહત્વની વ્યવસ્થા? જાણો વિગત

હવે સરકારે લોકોને પોતાના વતન જવા માંગતા લોકો માટે એસટી બસની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે જીએસઆરટીસી દ્વારા બસોને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરતઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આજથી ઓનલાઈન તેના માટે અરજી કરી શકાશે. ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે સરકારે લોકોને પોતાના વતન જવા માંગતા લોકો માટે એસટી બસની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે જીએસઆરટીસી દ્વારા બસોને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં બસો મોકલવામાં આવશે. સુરત બસ ડેપોમાં બસો તૈયાર કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ સરકાર દ્વારા લક્ઝરી બસોમાં લોકોને પરત મોકલવાનું નક્કી કર્યું હતું. જોકે, હવે સરકારે એસ.ટી. બસોની પણ વ્યવસ્થા કરી છે. ગઈ કાલે સરકારે લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી આપી છે. જેના માટે ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આનો સીધો ફાયદો સુરતમાં રહેતા 12 લાખ રત્નકલાકારોને થશે. સુરતથી વતન જવા માંગતા લોકો માટે ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેને લઈને હવે બસ માટેનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. સુરત લક્ઝરી બસ એસોસિયેશને કિલો મીટર પ્રમાણે સૌરાષ્ટ્રમાં જવા માટે ભાવો જાહેર કર્યા છે. સુરથી સૌરાષ્ટ્રના લોકોને ખાનગી બસામાં જવા માટે હવે બસના સંચાલકોએ ભાવન નક્કી કરી લીધા છે. તે અનુસાર હવે 400 કિલોમીટરના પ્રવાસ માટે 1000 રૂપિયા ભાડું ચૂકવવું પડશે જ્યારે 500 કિલોમીટરના પ્રવાસ માટે 1200 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. ઉપરાંત 500 કિલોમીટરથી વધારેનું અંતર હશે તો 1500 રૂપિયા ચૂકવવા પડશે. ગઈકાલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતના રત્ન કલાકારોને પોતાના વતનમાં જવા દેવાની રજુઆત થઈ હતી. સૌરાષ્ટ્રના લોકોને વતન મોકલવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ તરીકે મંત્રી કિશોર કાનાણી, નગરપાલિકા કમિશ્નર એમ એસ પટેલ, ડીસીપી સુરત, ડીવાયએનસી સુરત અને ડે. કલેક્ટર નો કમીટીમા સમાવેશ કરાયો છે. કન્ટનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટમેન્ટ વિસ્તારમાં જવાની પરમીશન મળશે નહીં. વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન? - પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા પછી પરમીશન મળશે. - જેમને મંજૂરી મળી છે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. - ચેક પોસ્ટ પર સહી સિક્કા કર્યા પછી વતન મોકલાશે - મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે. - સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. - શરદી- ઉધરસ- શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન અપાશે. - વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે. - હોમ ક્વોરેન્ટાઇન કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે. - 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકશે નહીં. - કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી અપાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget