Gujarat Assembly Election 2022: ‘આપડે સુરતને સિંગાપોર નહીં પરંતુ સિંગાપોરને સુરત જેવું બનતા જોઈશું’: હર્ષ સંઘવી
સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આજે ફોર્મ ભરશે
સુરતઃ સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આજે ફોર્મ ભરશે. પારલે પોઇન્ટથી કલેક્ટર કચેરી સુધી હર્ષ સંઘવીએ પગપાળા રેલી યોજી હતી. હર્ષ સંઘવીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ જૈન દેરાસર અને અંબે માતાના દર્શન કર્યા હતા. મજૂરા વિધાનસભા વિસ્તારના નાગરિકો સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી. તેમણે કાર્યકર્તાઓ સાથે હર્ષ સંઘવીએ વડાપાઉંની લિજ્જત માણી હતી.
Live: With the blessings of everyone, filing the nomination form for the #GujaratElections2022 (165-Majura Constituency) https://t.co/dkV1gwbqX1
— Harsh Sanghavi (@sanghaviharsh) November 14, 2022
સભા સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતને તોડવાની વાત કરનારાઓને નાગરિકો પાઠ ભણાવશે. ગુજરાતના આરોગ્ય મોડલની પ્રશંસા કરી સંઘવીએ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. ચૂંટણી હું નહી પરંતુ મારા કાર્યકર્તાઓ લડી રહ્યા છે. મજૂરામાં હર્ષ સંઘવીની નહી પરંતુ ભાજપના કાર્યકર્તાઓની જીત નિશ્વિત છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે આ ગુજરાત અમે બનાવ્યુ નારો ગુજરાતના હૈયામાં છે. 2002 બાદ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં જબરદસ્ત સુધારો આવ્યો છે. મજૂરાનો મિત્ર નામના સૂત્ર સાથે સંઘવી પ્રચાર કરશે.સંઘવીએ કહ્યું કે મેં મારા પરિવારનો ત્યાગ કરી લોકોની સેવા કરી છે. 27 વર્ષની ઉંમરમાં PM મોદીએ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. લોકો કહેતા હતા કે ડિપોઝીટ જતી રહેશે. પરંતુ લોકોનો પ્રેમ મળ્યો અને એક પણ કોંગ્રેસના નેતા દેખાયા નહીં. કોરોના કાળમાં સગો સગાનો ન હતો. લોકો દૂર ભાગતાં હતા. હું પહેલા દિવસથી લોકોની સેવામાં હતો. લોકોના સહયોગથી કામ કર્યું છે. લોકોના તાકાતથી સુરતનો વિકાસ થઇ રહ્યો છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે આપડે સુરતને સિંગાપોર નહીં પરંતુ સિંગાપોરને સુરત જેવું બનતા જોઈશું. વડાપ્રધાન મોદીએ પાંચ લાખનું આયુષ્યમાન કાર્ય ફ્રી આપ્યું છે. આ હેલ્થનું મોડલ છે. BJP એ સુરક્ષિત ગુજરાત બનાવ્યું છે.
Gujarat Assembly Election 2022: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે
ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જેના આધારે એક ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકોમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું ચિત્ર અંશતઃ સ્પષ્ટ થઈ જશે. ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ હોવાથી કલેક્ટર કચેરીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે પહોંચી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે શુક્રવાર સુધીમાં કુલ 324 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં પ્રથમ તબક્કાના 316 અને બીજા તબક્કાના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે. શનિવારે અને રવિવારે રજાને પગલે ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ રહી હતી. ત્યારે ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ છે. અને 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 17 નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. આમ 17 નવેમ્બરે સાંજ સુધીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે