શોધખોળ કરો

Gujarat Election 2022: AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ, જુઓ વીડિયો

Gujarat Election 2022: સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથીરીયા આમને સામને આવી ગયા હતા.

Gujarat Election 2022:   ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન થયું છે.  મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથીરીયા આમને સામને આવી ગયા હતા. જે બાદ અલ્પેશ કથીરીયા કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા હતા. કાકા કુમાર કાનાણીએ આશીર્વાદ આપ્યા હતા. કોણ જીતશે તેના જવાબમાં બંને જણાએ જનતા જીતશે તેમ જણાવ્યું હતું.

કતારગામમાં ગોપાલ ઇટાલિયાએ કર્યું વોટિંગ

સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ.

તલગાજરડામાં મોરારીબાપુએ કર્યુ મતદાન

આ દરમિયાન ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુએ મતદાન કર્યું હતું. જે બાદ તેમણે લોકશાહીના મહાપર્વ પર તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી જણાવ્યું, લોકતંત્રને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જોઈએ.

19 જિલ્લાની આ 89 બેઠક પર થઈ રહ્યું છે પ્રથમ તબક્કાનું મતદાન

  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય  જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
  • 13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
HMPV વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
Embed widget