દક્ષિણ ગુજરાતના કયા શહેરમાં આંશિક લોકડાઉનથી વેપારીઓ થયા નારાજ? કલેક્ટરને શું કરી રજૂઆત?
નવસારી શહેરમાં દૂધ, કરીયાણુ, ફેક્ટરીઓ, દવાની દુકાન સહિત ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાની મજૂરી મળતા અન્ય વેપારીઓમાં નારાજગી છે. આજે વિવિધ વેપારી એસોસિયેશનના સભ્યો કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા.
નવસારીઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે રૂપાણી સરકારે કેટલાક શહેરોમાં મીની લોકડાઉન લગાવી દીધું છે. તેમજ શહેર-ગામો પણ જાતે સ્વયંભુ લોકડાઉન લગાવી રહ્યા છે. ત્યારે નવસારી શહેરમાં લગાવવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે વેપારીઓ અટવાયા છે.
નવસારી શહેરમાં દૂધ, કરીયાણુ, ફેક્ટરીઓ, દવાની દુકાન સહિત ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાની મજૂરી મળતા અન્ય વેપારીઓમાં નારાજગી છે. આજે વિવિધ વેપારી એસોસિયેશનના સભ્યો કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. શહેરમાં રેડીમેડ ગારમેન્ટ, જ્વેલરી, સ્ટેશનરી વગેરે જેવા ઉદ્યોગો સાથે જોડાયેલા વેપારીઓને અડધો દિવસ વેપાર કરવા માટેની છૂટ મળે એવી માંગ કરી હતી.
દુકાનનું ભાડું અને કારીગરનો પગાર શરૂ રહેતા મુશ્કેલી વધી હોવાની વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. વેપાર કરવાની મંજુરી ન મળે તો આર્થિક સંકળામણ વધવાની વેપારીઓમાં ભીતિ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ ગુરવારે સમીક્ષા બેઠક કરી છે. આ દરમિયાન તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન, પીયૂષ ગોયલસહિત અન્ય મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન અલગ-અલગ રાજ્યો અને જિલ્લાઓમાં કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને જે તસવીર જે તે પીએમ મોદી સામે રજૂ કરાઈ છે.
પ્રધાનમંત્રીને સમીક્ષા બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે દેશમાં હાલના સમયે 12 રાજ્યો એવા છે જ્યાં 1 લાખથી વધારે એક્ટિવ કેસ છે. આ સાથે જ પીએમ મોદીએ એ જિલ્લાઓ વિશે પણ જાણ્યું જ્યાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીને એ જણાવાયું કે કઈ રીતે રાજ્યો તરફથી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યા કે રાજયોને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે મદદ અને સૂચનો આપવામાં આવે.
આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ દવાઓની ઉપલબ્ધતા પર સમીક્ષા કરી. તેમને એ જણાવાયું કે કઈ રીતે કોરોનામાં કારગર રેમડેસિવિર સહિત અન્ય દવાઓના ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
આ સાથે જ પીએમ મોદીએ આગામી કેટલાક મહીનાઓમાં કરવામાં આવનારા વેક્સીનેશનના સ્વરૂપ અને આ દિશામાં કરવામાં આવી રહેલા કામ અંગે જાણકારી મેળવી. તેમને જણાવાયું કે આશરે 17 કરોડ 7 લાખ વેક્સીન રાજ્યોને સપ્લાઈ કરવામાં આવી છે. આ સાથે જ પીએમ મોદીએ રાજ્યવાર વેક્સીનના બગાડ અંગે સમીક્ષા કરી હતી.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
એક્ટિવ કેસ 35 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 10 લાખ 77 હજાર 410
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844
કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398
કુલ મોત - 2 લાખ 23 હજાર 168