શોધખોળ કરો
સુરતમાં સામાજિક કાર્યકરે માસ્ક પહેરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ હુલાવી દીધું, જાણો વિગત
અતુલ મકવાણા(ઉં.વ.28)એ માસ્ક પહેરી કામ કરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો
![સુરતમાં સામાજિક કાર્યકરે માસ્ક પહેરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ હુલાવી દીધું, જાણો વિગત Gujarat Lockdown, Vegetable vendor knife attack on youth in Surat after say wear mask સુરતમાં સામાજિક કાર્યકરે માસ્ક પહેરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ હુલાવી દીધું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/26151535/Surat-market.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકો પણ જાતે જાગૃત થઈ રહ્યા છે અને લોકોને પણ ચેપ ન ફેલાય તેની તકેદારી રાખવા સમજાવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સામાજિક કાર્યકરે શાકવાળાને માસ્ક પહેરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ હુલાવી દીધું હતું.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિહર નગરમાં રહેતા અને જાગૃતિની સેવા સાથે જોડાયેલા અતુલ મકવાણા(ઉં.વ.28) નામના સામાજિક કાર્યકરે છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં શાકવાળાને માસ્ક પહેરી કામ કરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને પેટની ડાબી બાજુ ચપ્પુના ઘા માર્યા હતા. ટ્રાફિક પીઆઈ ખરડી પોતાની ગાડીમાં TRB સતીશ પ્રહલાદ ભોઇની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)