શોધખોળ કરો

Gujarat Rain : બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે, ત્યારે આજે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે.  

સુરતઃ ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે, ત્યારે આજે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે.  નવસારી જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જીલ્લાનાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. નવસારી,ગણદેવી, ચીખલી માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણ મા અચાનક આવ્યો પલટો. ધરમપુર શહેર, આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ પડ્યો ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે. વાતાવરણમાં ઠંકક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ડાંગમાં 
પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ , આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વરસાદ આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ છે.

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વ્યારાના પાનવાડી, કપુરા ,પનીયારી સહિતના ગામો તેમજ વ્યારા શહેરમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતોમાં આનંદ  છે. સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. તાલુકામાં મથકે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર એકજ તાલુકો બાકી હતો. વરસાદ થતાં ખેડૂતો આવ્યા મોજમાં. સુરત ગ્રામ્યના તાલુકામાં સૌથી વધુ વરસાદ થાય છે ઉમરપાડા તાલુકામાં.

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે. આજ અને 25-26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં અત્યાર સુધી વરસાદ થવો જોઈએ તેના કરતાં 50 ટકા વરસાદ નોંધાયો. ગુજરાતમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bilimora Accident : બીલીમોરામાં 2 સગીરોએ કર્યો આપઘાત, મહિલા ઘાયલ, બાળકીનો આબાદ બચાવAhmedabad Crime | અમદાવાદમાં હથિયારો સાથે ગુંડાઓએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદAmit Shah Road Show In Delhi : દિલ્લીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, 'કેજરીવાલ જ હારી જશે'Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
IND W vs SA W Final: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચ્યો, સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો 
IND W vs SA W Final: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચ્યો, સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો 
General Knowledge: પેરા કમાન્ડો બનવા માટે શું જોઈએ ક્વોલિફિકેશન? કેવી રીતે થાય છે પસંદગી
General Knowledge: પેરા કમાન્ડો બનવા માટે શું જોઈએ ક્વોલિફિકેશન? કેવી રીતે થાય છે પસંદગી
Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
Tata Nexon EVનો દાવો પાસ કે ફેલ, શું છે આ ઇલેક્ટ્રિક કારની રિયલ રેન્જ?
Tata Nexon EVનો દાવો પાસ કે ફેલ, શું છે આ ઇલેક્ટ્રિક કારની રિયલ રેન્જ?
Embed widget