શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના કયા-કયા વિસ્તારમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ ? હવામાન વિભાગે શું કરી આગાહી?

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની એન્ટ્રી થઈ વાત કરીએ તાપી જિલ્લાની તો તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 4-5 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. 1 જૂનના સવારના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાની સાથે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયું હતું. જિલ્લામાં સવારે 6થી 8 દરમિયાન પડેલ વરસાદની વાત કરીએ તો વ્યારામાં 76 મિલિમિટર, વાલોડમાં 25 મિલિમિટર અને સોનગઢમાં 2 મિલિમિટર તો અન્ય તાલુકાઓમાં નહિવત વરસાદ પડ્યો હતો. જૂનના પેહલા દિવસે જ વરસાદની એન્ટ્રીને પગલે ચોમાસા પર આધાર રાખતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વલસાડ તાલુકાના અમુક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત વરસાદ પડતાં જે ખેડૂતોની કેરી બેડવાની બાકી છે તે ખેડૂતોને નુકસાનનો વારો આવશે. સુરતના હજીરા સુંવાલી દરિયા કિનારા પાસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. સુરતના વરાછા, પુણા, સીમાડા, કાપોદ્રા, પર્વત પાટિયા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે અતિભારે પવન ફૂંકાવવાનો શરૂ થયો હતો. જેમાં બારડોલી, વલસાણા, કડોદરા, કામરેજ તેમજ મહિવા પંથકમાંપવન સાથે અતિભારે વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લામાં વરસાદે દસ્તક દીધી હતી. જિલ્લાના જલાલપોર તાલુકાના ખરસાડ ગામે ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

Embed widget