ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને આપી ચીમકી, જાણો શું છે મામલો
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ચીમકી આપી છે. નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને મને જાણ થશે તો હું પગલાં ભરીશ.હું ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશ
સુરત : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ચીમકી આપી છે. નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને મને જાણ થશે તો હું પગલાં ભરીશ. હું ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશ. તેમણે આગળ કહ્યું કે, જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલવામાં આવે અને કામગીરી કરવામાં આવે.
તેમણે અધિકારીઓને કહ્યું કે, મોબાઈલ ફોનની ચોરી થાય કે પછી પાસપોર્ટનું કામ હોય. નાગરિકોને બીજો ધક્કો ન ખાવો પડે તેવી વ્યવસ્થા કરો કા તો નાગરિકોને એપોઈમેન્ટ આપવામાં આવે જેથી તેમને હાલાકી ન પડે. જો આ પ્રકારની ફરિયાદ કોઈ ઉચ્ચ અધિકારીઓને મળે જે રીતે આપણે આપણા તમામ સ્ટાફને સારુ કામ કરતા બીરદાવીએ છીએ અને જો આ પ્રકારનો ગેર વ્યવહાર સમાજના કોઈપણ નાગરિક જોડે થાય અને મારા સુધી આ વાત પહોંચશે તો હું પગલા ભરીશ.
ગુજરાત છોડી દેવાના નિવેદન અંગે જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જો કે, વધતા વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમણે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત છોડી દેવાના જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.
ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરવીએ અમુક લોકોનો સ્વભાવ છે. ગુજરાતને બદનામ કરવાને લઈને કાવતરું કરવાનું આ ષડયંત્ર છે. આ ઉપરાંત મનીષ સીસોદીયાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, સપના જોવાનો બધાને અધિકાર છે. વાઈરલ થયેલી ક્લિપ અંગે તેમણે કહ્યુ કે, મારી વાતના ટૂકડા ટુકડા કરીને બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં દેશ વિરોધી માનસિકતા ચલાવી લેવામાં આવશે નહીં.
આ ઉપરાંત તેમણે ઢોર નિયંત્રણ બિલને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઈને તકલીફ પડે તો એવું કામ અમે નથી કરવા માંગતા. આજે સીએમ હાઉસ ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે મીટીંગ થઈ છે. યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ઈશુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા