શોધખોળ કરો

વિશ્વ ફલક પર ચમકશે સુરત, ડાયમંડ બુર્સનું સો ટકા કામ પૂર્ણ, આ તારીખે થશે ગણેશ સ્થાપના

સુરતમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો આવેલી છે.

Surat Diamond Bourse: શહેરમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. તમને જણાવી દઈએ કે, ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો આવેલી છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાયમંડ બુર્સનું  હાલ તો વહેલી તકે ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એક સાથે આરતી કરાશે. એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે. સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે. ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.

ગ્રીનલેબમાં તૈયાર થયેલા ‘ઓમ નમઃ શિવાય’ નામના ત્રણ લેબ ગ્રોન ડાયમંડે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

SURAT : સુરતની ગ્રીનલેબે હીરા જગતમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.  સુરતની ગ્રીનલેબમાં તૈયાર થયેલા ‘ઓમ નમઃ શિવાય’ નામના ત્રણ  લેબ ગ્રોન ડાયમંડે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.  ચીનને પછડાટ આપી ભારતનો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો છે. સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજની મોડર્ન દુનિયાને અનુરૂપ લક્ઝુરીયસ ફેશનને અફોર્ડેબલ તેમજ હીરો હર એકને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્મિત  માનવ સંચાલિત લેબોરેટરીમાં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.

આ ત્રણેય માંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે. ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget