શોધખોળ કરો

International Yoga Day: સુરતીલાલાઓએ એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કે, PM મોદીએ ટ્વીટ કરી આપ્યા અભિનંદન

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧.૫૩ લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાયા અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧.૫૩ લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાયા અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે.સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧.૫૭ કરોડથી વધુ નાગરિકો 'યોગમય ગુજરાત' અભિયાનમાં જોડાયા હતા. એટલે કે અંદાજ કરતા ૩૨ લાખ વધુ નાગરિકો યોગાભ્યાસમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સુરતના વિશ્વ વિક્રમ બદલ ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત રાજ્યના ધાર્મિક,પ્રવાસન,ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો ઉપરાંત તમામ જિલ્લાઓમાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧.૫૩ લાખ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસ કરી ટીમ ગુજરાતે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે.

રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં અમદાવાદમાં ૩૫,૭૫,૧૨૫, અમરેલીમાં ૧,૮૨,૩૨૫, આણંદમાં ૨,૯૨,૯૭૨, અરવલ્લીમાં ૨,૮૨,૪૫૬, બનાસકાંઠામાં ૩,૨૫,૪૮૩, ભરૂચમાં ૩,૨૪,૬૮૭, ભાવનગરમાં ૫,૯૮,૩૪૮, બોટાદમાં ૨,૧૪,૮૭૯, છોટા ઉદેપુરમાં ૧,૯૮,૩૪૨, દાહોદમાં ૧,૧૯,૨૪૮, ડાંગમાં ૧,૦૯,૭૨૪, દેવભૂમિ દ્વારકામાં ૧,૯૫,૪૩૯, ગાંધીનગરમાં ૫,૯૪,૮૯૪, ગીર સોમનાથમાં ૧,૯૨,૪૮૩, જામનગરમાં ૫,૯૪,૩૪૯, જૂનાગઢમાં ૫,૮૧,૭૮૬, ખેડામાં ૨,૯૯,૮૭૪, કચ્છમાં ૪,૧૩,૪૯૮, મહીસાગરમાં ૧,૩૮,૬૪૨, મહેસાણામાં ૪,૦૩,૫૪૮, મોરબીમાં ૧,૯૪,૮૨૩, નર્મદામાં ૧,૫૨,૩૪૮, નવસારીમાં ૨,૯૮,૪૭૧, પંચમહાલમાં ૨,૧૩,૬૮૪, પાટણમાં ૨,૧૮,૧૨૪, પોરબંદરમાં ૨,૮૭,૬૪૨, રાજકોટમાં ૧૦,૫૮,૩૨૮, સાબરકાંઠામાં ૨,૯૯,૪૬૮, સુરતમાં ૯,૮૧,૩૫૮, સુરેન્દ્રનગરમાં ૨,૯૫,૭૧૫, તાપીમાં ૨,૧૬,૪૮૨, વડોદરામાં ૧૫,૯૭,૪૮૨ અને વલસાડમાં ૨,૯૫,૭૪૩ મળી રાજ્યભરમાં કુલ ૧,૫૭,૪૭,૭૬૮ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા.

રાજ્યના દરેક ગામ,તાલુકા,શહેર,જિલ્લા,નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓની સાથોસાથ શાળાઓ,કોલેજો,યુનિવર્સિટીઓ,ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ,આરોગ્ય કેન્દ્રો,પોલીસ હેડ ક્વાર્ટર,રાજ્યની જેલો તથા પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકોએ ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે.

એમ મોદીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્રની આગેવાની કરી હતી. આ સાથે જ જાણે સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર જ યોગમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન પીએમ મોદીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા હોય. સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને આ ઉપલબ્ધિ માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. PMએ કહ્યું હતું કે, યોગ ભારતમાંથી આવ્યો છે પરંતુ તે કોપીરાઈટથી મુક્ત છે. તેના માટે કોઈ પેટન્ટ નથી, કે તેના બદલામાં રોયલ્ટીના પૈસા ચૂકવવાની કોઈ જરૂર નથી.

યુનાઈટેડ નેશન્સનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે અને તમામ દેશોમાં ઓફિસો ધરાવે છે. આ સ્થિતિમાં જ્યારે નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં એક વિશેષ યોગશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે લગભગ તમામ દેશોના રાજદ્વારીઓએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઉપરાંત, વિવિધ દેશોના રાજદ્વારીઓ અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. આશરે 183 દેશોના પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યાર બાદ પીએમ મોદી બે દિવસ માટે ઇજિપ્ત જશે. નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કના એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ અમેરિકાના ખાસ આમંત્રણ પર રાજ્યની મુલાકાતે અમેરિકા ગયા છે. બંને દેશો વચ્ચે મોટો સંરક્ષણ સોદો થવાનો છે. ભારતમાં જ છેલ્લા એક સપ્તાહમાં તેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Embed widget