સુરતમાં પિતાએ ઉત્તરાયણમાં બહાર જવાની ના પાડતા સગીરાએ કરી આત્મહત્યા
મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો
સુરતઃ સુરતમાં પિતાએ ઉત્તરાયણમાં બહાર જવાનો ઇનકાર કરતા સગીરાએ આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાશનગરમા ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય પુત્રીએ પિતા સમક્ષ બહેનપણી સાથે ફરવા જવાની જીદ કરી હતી. જોકે, પિતાએ બહેનપણી સાથે ફરવા જવા દેવાની સ્પષ્ટ ના પાડતા સગીરાને માઠુ લાગ્યુ હતું અને તેણે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો. પિતાનું કહેવું હતું કે કોરોના સંક્રમણ અને પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહી ઉત્તરાયણની ઉજવણી કરવાનુ તેમની દીકરીને કહ્યુ હતું પરંતુ તેને ખોટું લાગી જતા તેણે આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ત્રણ સંતાનોમાં સૌથી નાની દીકરી હતી.
રાજકોટમાં પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
તે સિવાય ઉત્તરાયણના તહેવારમાં દોરીના કારણે ગળામાં ઈજા થવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે. સમગ્ર રાજ્યમાં સાંજ સુધીમાં પતંગની દોરીના કારણે ઈજા થવાની 224 જેટલી ઘટના ઘટી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં આશરે 62 લોકો ઘાયલ થયા છે. રાજકોટ 25, વડોદરામાં 26 તથા સુરતમાં 24 લોકો દોરીથી ઘાયલ થયા છે તો 108 ઈમરજંસી એમ્બ્યુલંસને સાંજ સુધીમાં આશરે 2 હજાર 639 જેટલા કોલ મળ્યા હતા.
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત