સુરતમાં વેપારી બન્યો હનિટ્રેપનો શિકાર, યુવતીએ મળવા બોલાવી આ રીતે પાડ્યો ખેલ
રાજ્યમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં ફરસાણના વેપારીને સિંગણપોર વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે.બે મહિલા અને ચાર પુરુષોએ હનીટ્રેપની જાળ બિછાવી હતી
સુરત: રાજ્યમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં ફરસાણના વેપારીને સિંગણપોર વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. બે મહિલા અને ચાર પુરુષોએ હનીટ્રેપની જાળ બિછાવી હતી. આ મામલે સિંગણપોર પોલીસે 6 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ હનીટ્રેપ અંગે સામે આવેલી વિગતો અનુસાર, ફરસાણના વેપારીને 15 દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ હતી. મેસેજમાં વાત આગળ વધતા વોટ્સએપ કોલિંગ પર વાત કરવા લાગ્યા હતા. ત્યાર બાદ સામેવાળી યુવતીએ વેપારીને નાસ્તો લઈને મળવા બોલાવ્યા હતા.
ત્યાર બાદ યુવતી વેપારીને એક ફ્લેટમાં લઈ ગઈ અને શારીરિક અડપલા શરૂ કરી દીધા. ત્યાર બાદ પ્લાન પ્રમાણે યુવતી સાથીઓ આવી ગયા અને વેપારી સાથે ઝઘડો કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માગણી કરી. વેપારીએ ત્યારે 10 હજાર આપી દીધા પરંતુ આ ટોળકીએ તેમની પાસે વધારે પૈસાની માગ કરી. જો કે વેપારીએ પોલીસને આ વાતની જાણ કરતા પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડી છે.
ગુજરાતમાં 24 કલાકમાં 3-3 બળાત્કારની ઘટનાથી ચકચાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરમાં દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદરામાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેર નજીકના રામપુરા ગામની સીમમાં બનાવ બન્યો હતો. મહુડાનાં ફૂલ વીણિ રહેલી બાળાને ચોકલેટની લાલચ આપી ખેતરમાં લઈ ગયો હતો. બાળકીની માતાએ જવાહનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બીજી ઘટનાની વાત કરીએ, તો અમદાવાદના ઇસનપુરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. ચાંદખેડાના યુવકે લગ્ન ની લાલચ આપી સગીરા નું અપહરણ કરી સુરત લઈ જઈ દુષ્કર્મ આચર્યું. યુવક સામે ઈશનપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અપહરણ , પોકસો , દુષ્કર્મ ની કલમો હેઠળ પોલીસે નોંધ્યો ગુનો.
સિદ્ધપુરના એક ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ એક ઇસમે આચર્યું દુષ્કર્મ. સરસ્વતીના એક ગામમાંથી યુવતી બાઈક પર બેસાડી શખ્સ પાટણના ડેર ગામ લઈ ગયો.યુવતીને બાદમાં તેના બે મિત્રોની કારમાં હારીજના માંસા ગામમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ. યુવતી પર દુષ્કર્મ આચરનાર કલ્પેશ ઠાકોર તેમજ કાર લઈ આવનાર બે ઈસમો સહિત ત્રણ ઈસમો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ. ભોગ બનનાર યુવતીએ કાકોશી પોલીસ મથકે નોધાવી પોલીસ ફરિયાદ. કાકોશી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.