સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, પ્રથમ વખત એક જ દિવસમાં કેસ 600ને પાર
સિટીમાં કુલ કેસ 45,639 અને મૃત્યુઆંક 870 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,211મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 59,850 અને મૃત્યુઆંક 1157 છે.
સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો. સુરત જિલ્લામાં પ્રથમવાર કોરોનાના કેસે 600નો આંક વટાવ્યો છે. તો એક જ દિવસમાં ચાર દર્દીના મૃત્યુ નિપજ્યા છે. સિટીમાં નવા 501 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 116, લિંબાયતમાં 72, રાંદેરમાં 65 અને ઉધનામાં 62 કેસ છે.
સિટીમાં કુલ કેસ 45,639 અને મૃત્યુઆંક 870 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,211મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 59,850 અને મૃત્યુઆંક 1157 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 43,564 અને ગ્રામ્યમાં 13,064 મળીને કુલ 56,628 થયો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં ગઈકાલે કોરોના પોઝિટિવ 163 દર્દીઓ પૈકી 75 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટીલેટર,21 બાઈપેપ અને 45 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 59 દર્દીઓ પૈકી 41 દર્દીઓ ગંભીર છે.જેમાં 6 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 , રાજકોટ કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27, જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24, ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.