Surat: ચોમાસાની શરુઆત થતાં જ રોગચાળાએ લીધો ભરડો,તાવના કેસમાં અધધ વધારો, એકનું મોત
સુરત: ચોમાસાના આગમન સાથે શહેરમાં રોગચાળાએ દસ્તક દીધી છે.ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ તાવના ૧૩૫થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને ૫૦ બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે.
સુરત: ચોમાસાના આગમન સાથે શહેરમાં રોગચાળાએ દસ્તક દીધી છે.ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ તાવના ૧૩૫થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને ૫૦ બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે. કિડની બિલ્ડિંગમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું હતું. બીજી બાજુ શહેરના સરથાણાના વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી તાવથી પીડાતા બિહારી યુવકનું મોત નીપજયું હતું.
મૂળ બિહારનો વતની મોહમદ અરબાઝ આલમ સરથાણા ગઢપુર રોડ પર રહેતો હતો.આ દરમિયાન મંગળવારે સાંજે તેને ગંભીર હાલતમાં ૧૦૮-એમ્બ્યુલન્સમાં સારવાર ખસેડાયો હતો. મૃતક મોહમદ અરબાઝને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવી રહ્યો હતો. આ દરમિયાન મંગળવારે સાંજે અચાનક તેની તબિયત લથડવા બાદ મોતને ભેટ્યો હતો. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.ચોમાસાના આરંભે વિવિધ પ્રકારની બિમારીના કિસ્સા વધતા હોવાનું નોંધાઈ છે. જેમાં હાલના તબક્કે સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૩૫થી વધુ કેસ તાવના આવી રહ્યા હોય સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.
સિવિલમાં તાવ અને મેલેરિયાના કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૪૧૬ કેસ નોંધાયા છે, જેમાં ગત તા. ૧ જુલાઈના રોજ તાવના ૧૩૫, ૩જીએ ૧૪૦ અને ૪થીએ ૧૪૧ કેસનો સમાવેશ થાય છે.આજ રીતે મેલેરિયાના અનુક્રમે ૩,૧૨ અને ૪ કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના ૨૬,મેલેરિયાના ૩૯,ટાઈફોઈડના ૨૯ અને ગેસ્ટ્રોના ૪૯ દર્દી દાખલ થયા હતા.ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવના ૪૧૬ કેસ નોંધાય હોય તંત્ર દ્વારા પુરતી સતર્કતા દાખવવામાં આવી રહી છે.
આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial