ગુજરાતની આ જેલનું 100 ટકા પરિણામ, ધોરણ 12ની પરીક્ષા આપનાર તમામ કેદીઓ પાસ
ગઈ કાલે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની મહેનતના જોરે સફળતા પ્રાપ્ત કરી હતી. તો બીજી તરફ સુરતની લાજપોર જેલના કેદીઓએ પણ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.
12 Standard Result: ગઈ કાલે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની મહેનતના જોરે સફળતા પ્રાપ્ત કરી હતી. તો બીજી તરફ સુરતની લાજપોર જેલના કેદીઓએ પણ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમાં જેલમાંથી પરીક્ષા આપનાર તમામ કેદીઓ પાસ થયા છે જેને લઈને કેદીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પાસ થયા બાદ કેદીઓએ અભ્યાસ માટે સગવડ કરી આપનાર અધિકારીઓનો આભાર માન્યો હતો. આ કેદીઓને શિક્ષક દેવાંગભાઈ તનડેલએ માર્ગદર્શન આપ્યું હતું. લાજપોર જેલનું 100 ટકા પરિણામ આવતા ખુશીની લહેર જોવા મળી છે.
ધોરણ 12 પરિણામ: ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ, આ 3 કેન્દ્રનું 100 ટકા પરિણામ
આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની વેબસાઈડ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા આવ્યું છે જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 76.49 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો સૌથી ઓછું પરિણામ ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા આવ્યું છે. તો બીજી તરફ 100 ટકા પરિણામ લાવનાર 3 કેન્દ્ર છે જેમાં સુબીર, છાપી, અલારસાનો સમાવેશ થાય છે. 1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધારે આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ- 84.67 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીનિઓનું- 89.23 ટકા પરિણામ આવ્યું છે.
વિદ્યાથિનીઓએ મારી બાજી, 86.91% પરિણામ જાહેર
ગુજરાત બોર્ડે આજે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગ્યે gseb.org વેબ સાઇટ પર પરિણામ જાહેર થયું. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે. સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું રહ્યું. ગુજરાત બોર્ડ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું.. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ 72. 4 ટકા આવ્યું હતું. છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.