શોધખોળ કરો
સુરતની મુસ્કાન શેખ સગીરાને સુરત લાવી, સ્પામાં સગીરા સાથે ગ્રાહકો શું કરતા તે જાણીને લાગી જશે આઘાત
સુરતની યુવતી સગીરાને બીજા સ્પામાં લઈ જઈને ત્યાં પણ ગ્રાહકો સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતી અને નાણાં પોતે લઈ લેતી હતી. આ અત્યાચાર અને બળાત્કારથી ત્રાસેલી સગીરા રવિવારે ભાગી છૂટી હતી

સુરતઃ સુરતની યુવતી કરજણની સગીરાને નોકરીની લાલચ આપીને સુરત લઈ આવી હતી. સુરતમાં આ યુવતીએ સગીરાને સ્પા એન્ડ મસાજ પાર્લરમાં નોકરી અપાવી હતી. સ્પામાં આવતા ગ્રાહકો સગીરા પર બળાત્કાર ગુજારીને શારીરિક સંબંધો બાંધતા હતા. સુરતની યુવતી સગીરાને બીજા સ્પામાં લઈ જઈને ત્યાં પણ ગ્રાહકો સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતી અને નાણાં પોતે લઈ લેતી હતી. આ અત્યાચાર અને બળાત્કારથી ત્રાસેલી સગીરા રવિવારે ભાગી છૂટી હતી. આ સગીરા વેસુમાં ગોએન્કા સ્કૂલ પાસે રડતી હાલતમાં મળી આવી હતી. એક જાગૃત નાગરિકના કોલ બાદ હરકતમાં આવેલી પોલીસે કરેલી પૂછપરછમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. ઉમરા પોલીસે ગુનો નોંધી રેકેટના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે અને મુસ્કાન શેખ નામની યુવતીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગત 9 ઓગસ્ટે રોજ વેસુમાં ગોએન્કા સ્કૂલ પાસે એક સગીરા રડી રહી હતી. રડતી સગીરાને જોઇ જાગૃત નાગરિકે 100 નંબર પર કંટ્રોલમાં કોલ કર્યો હતો. કંટ્રોલના મેસેજના આધારે ઉમરા પોલીસે તુરંત સ્થળ પર ધસી જઇ મહિલા હેલ્પલાઇનની ટીમને બોલાવી સગીરાની પૂછપરછ કરી હતી. સગીરાએ પોતે વડોદરાના કરજણની રહેવાસી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરિવાર મૂળ બિહારનો છે અને પિતા કરજણમાં મજૂરી કામ કરે છે. આ માહિતીના આધારે ઉમરા પોલીસે કોલ કરી તેના માતા-પિતાને કરજણથી સુરત બોલાવી લીધા હતા. સગીરાની પરિવારજનોની હાજરીમાં ઉમરા પી.આઇ. સાળુંકેએ કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ઝરીને જણાવ્યું કે, 20 જુલાઇએ તે ઘરેથી શેમ્પુ લેવા ગઇ હતી ત્યારે સુરતના ભટાર-આઝાદનગર ખાતે રહેતી પરિચિત મહિલા મુસ્કાન મોહંમદ શેખ મળી હતી. મુસ્કાન નોકરીની લાલચ આપી ઝરીનને સુરત લઇ આવી હતી. એક દિવસ મુસ્કાને સગીરા ઝરીનને પોતાના ઘરે રાખી હતી અને બાદમાં બીજા દિવસે વેસુમાં આવેલી મની આર્કેડ શોપિંગ સેન્ટરના તમન્ના મસાજ પાર્લરમાં લઇ ગઇ હતી. અહીં સ્પાના માલિકો સાથે નોકરીની વાત કરી મુસ્કાન ઝરીનને મૂકી ચાલી ગઇ હતી. દરમિયાન સ્પામાં આખો દિવસ અલગ-અલગ પુરૂષો તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજારતા હતા. સગીરા વિરોધ કરે તો કાઉન્ટર પર વાત થઇ ગઇ છે, પૈસા આપી દીધા છે એવું કહી તેને બળજબરીથી ભોગવતા હતા. આ રીતે મુસ્કાને સગીરાને અલગ-અલગ સ્પામાં મોકલી દેહવેપાર કરાવ્યો હતો. કંટાળેલી સગીરા તક મળતાં સ્પામાંથી ભાગી છૂટી હતી અને બાદમાં ગોએન્કા સ્કૂલ પાસે રડતી મળી આવી હતી. સગીરાને ઉપાડી લાવી દેહવિક્રયના વેપલામાં ધકેલવાના આ રેકેટમાં ઉમરા પોલીસે મુસ્કાન મોહંમદ દાઢી શેખ (રહે- શિવશક્તિ સોસાયટી, રામજીની ચાલ, આઝાદનગર, ભટાર) સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















