શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ યુવતી સાથે નજીકનું સગપણ ધરાવતા ભાઈએ જ બાંધ્યા શારિરિક સંબંધ, અંગત પળોનો વીડિયો પણ ઉતાર્યો ને પછી.....
હેમંતે ફોઇની દીકરીને લગ્નની લાલચ આપી હતી. તેમજ છેલ્લા બે વર્ષથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખતો હતો.
સુરતઃ મામાના દીકરાએ લગ્નની લાલચ આપી પરાણે શારીરિક સંબંધ બાંધી લગ્નનો ઇનકાર કરતા યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદને પગલે પોલીસે યુવક હેમંત ધારૈયાની ધરપકડ કરી છે.
મળતી વિગતો પ્રમાણે કતારગામ સ્થિત ધ્રુવતારક સોસાયટીમાં રહેતા હેમંત ધારૈયાને ફોઇની દિકરી પ્રેમ થયો હતો. હેમંતે ફોઇની દીકરીને લગ્નની લાલચ આપી હતી. તેમજ છેલ્લા બે વર્ષથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખતો હતો. દરમિયાન યુવતીએ હેમંતને લગ્ન કરવાનું કહેતા લગ્નનો ઇનકાર કરી દીધો હતો.
હેમંતે અંગતપળોનો વીડિયો પણ ઉતાર્યો હતો. યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં હેમંતે પોત પ્રકાશ્યું હતું અને જો કોઇને આપણા સંબંધ વિશે વાત કરીશ, તો વીડિયો વાયરલ કરી દઇશ, તેવી ધમકી આપી હતી. યુવતીએ હેમંતને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરવા છતા પણ હેમંત લગ્ન માટે તૈયાર ન થતા પીડિતાએ કતારગામમ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોલીસ કમિશ્નરને પણ આ અંગે રજૂઆત કરી હતી. હાલ, તો કતારગામ પોલીસે હેમંત ધારૈયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion