શોધખોળ કરો
Advertisement
સુરતની ONGC ગેસ પાઇપલાઈનમાં બ્લાસ્ટની ઘટનામાં એકનું મોત
ONGCની બહારની દીવાલ બાજુમાં ઝુંપડામાં રહેતા 45 વર્ષીય પુરુષનું મોત થયું છે. તાપી નદી કિનારે અને ONGCની દીવાલની લગોલગ ઝુંપડામાં રહેતા યુવકનું મોત થયું છે.
સુરતઃ સુરતના હજીરામાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં ધડાકા સાથે લાગેલી વિકરાળ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ABP અસ્મિતા ઘટના સ્થળ નજીક પહોંચ્યું છે. ONGCની દીવાલની લગોલગ 1 મૃતદેહ મળ્યો છે. ONGCની બહારની દીવાલ બાજુમાં ઝુંપડામાં રહેતા 45 વર્ષીય પુરુષનું મોત થયું છે. તાપી નદી કિનારે અને ONGCની દીવાલની લગોલગ ઝુંપડામાં રહેતા યુવકનું મોત થયું છે. બ્લાસ્ટના કારણે આગની લપેટમાં આવી જતા મોત થયું છે. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું જાણવા મળ્યુ છે. કુલ 3 લોકો ઝુંપડામાં રહેતા હતા, જેમાંથી બે ભાગી ગયા હતા.
હાલ, FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ઇચ્છાપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું શરૂ કર્યું છે. ઇચ્છાપોર પોલીસે કહ્યું FSLની ટીમ તપાસ કરી રહી છે. યુવકના મોતનું કારણ FSL રિપોર્ટ માં ખ્યાલ આવશે.
ONGC કંપનીમાં થયેલા ધડાકાથી ગામવાસીઓ ધ્રૂજી ગયા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. મુબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસ પાઇપ લાઇનના માધ્યમથી ONGCના આ પ્લાન્ટમાં ગેસ પુરવઠો સંગ્રહ કરાતો હતો જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરા ઉપરી થતા અફરા તફરી મચી ગઇ હતી. આ ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળી હતી.
સુરતના ડીએમ ધવલ પટેલે કહ્યું કે, ઓએનજીસી ગેસ પ્લાન્ટમાં લાગેલ આગ હાલમાં ઓન સાઇન ઇમરજન્સીની સ્થિતિમાં છે. તેમનું કહેવું છે કે, ઓપ સાઇટ ઇમરજન્સી ન હોવાને કારણે આસપાસના લોકોને પૈનિક કરવાની કોઈ જરૂરત નથી.
તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્લાન્ટમાં જ્યારે કોઈ પણ મોટી સમસ્યા પ્લાન્ટની અંદર જ મર્યાદિત હોય તો તેને ઓન સાઇટ ઇમરજન્સી કહે છે, જ્યારે સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થવા પર પ્લાન્ટની બહાર સુધી આગ ફેલાઈ જાય તો તેને ઓફ સાઇટ ઇમરજન્સી કહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion