Surat Fire: ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી કરોડોના નુકસાને વેપારીઓને રોવડાવ્યાં, 24 કલાક બાદ આવી કાબૂમાં
Surat Fire: સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગથી કરોડોનું નુકસાન થયું છે. આ આગમાં 450 દુકાનો બળીને ખાક થઇ ગઇ છે.

Surat Fire:સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં કરોડોનો માલ સ્વાહા થઇ જતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 24 કલાકથી પાણીનો મારો ચલાવ્યા બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો જો કે 24 કલાકથી વધુના સમય આગ ભૂભકેલી રહેતા મોટું નુકસાન થયું છે. આગને બુઝાવવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ થયો હતો આ આગને બુઝાવવા માટે હજીરા,ONGC સહિતની કંપનીઓના ફાયરની પણ મદદ લેવામાં આવી હતી. આગમાં એક નહિ પરંતુ 450થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. 800માંથી 450 દુકાનો ખાખ થઈ જતા વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકરાળ આગના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આગમાં કરોડોનું માલ સ્વાહા થઇ જતાં આજીવિકા છીનવાતા વેપારીઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા. આગ એટલી ભીષણ હતી કે, ફોમયુક્ત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. આગના કારણે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ નબળી થઈ રહી હતી.
સુરત આગની ઘટના મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, “સુરત કાપડ માર્કેટમાં અંતિ ભયાનક આગ લાગી હતી.સુરત ફાયર બ્રિગેડ ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની ફાયર ટીમને પણ આગ ઓલવવા માટે કામે લગાવી હતી. 24 કલાક થી ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી હતી છેલા 4 કલાક થી આગ થોડી કાબુમા આવી છે.”
સુરતની ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ અંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આગ લાગવાનો બનાવ બન્યો ત્યારથી ફાયર વિભાગ અને પોલીસ ખડેપગે હતી અને સી આર પાટીલ પણ આ અંગે માહિતી મેળવી રહ્યાં હતા. સુરતનું સૌથી જૂનું ટેકસટાઇલ માર્કેટ છે .આસપાસના બિલ્ડિંગમાં આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસો કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. સુરતનું સમગ્ર પ્રશાસન આ મામલે ગંભીર બનીને યુદ્ધના ધોરણે કામે લાગી જતાં જાનહાનિ ટળી છે.
જો કે આટલી ભીષણ આગ લાગતા આ ઘટનાને લઇને બેદરકારના સંદર્ભે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટને અપાયેલી NOCને લઇને પણ સવાલ ઉઠ્યાં છે. ત્રીજા, ચોથા માળે ગીચ એરિયા હોવા છતા NOC કેમ અપાયું? માર્કેટના ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ હોવાછતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરાઇ. કેમ અત્યાર સુધી મનપાને ન દેખાયા પતરાના ગેરકાયદે શેડ? શું NOC આપતા કેમ ન કરવામાં આવી તપાસ?કેમ ફાયર વિભાગની ટીમે આંખ આડા કાન કર્યા? NOC આપનાર અધિકારી કોણ? તેની તપાસ જરૂરી.કોના આશીર્વાદથી હજુ સુધી નહોતી થઈ કાર્યવાહી? પાર્કિંગની જગ્યાએ દુકાન બનાવવાની સામે કાર્યવાહી કેમ નહી?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
