ગુજરાતની કઈ મોટી ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો? લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?
સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો થયો છે. ગોલ્ડ, તાજા અને સ્લિમ & ટ્રિમ દૂધમાં ભાવ વધારો થયો છે. લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ હવે 48 રૂપિયા લિટર મળશે. પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.
સુરતઃ કોરોના મહામારીમાં એક તરફ લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. બીજી તરફ મોંઘવારીનો એક પછી એક માર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની વચ્ચે હવે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો થયો છે. ગોલ્ડ, તાજા અને સ્લિમ & ટ્રિમ દૂધમાં ભાવ વધારો થયો છે.
લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ હવે 48 રૂપિયા લિટર મળશે. પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.
સુમુલ ડેરીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી તરફથી 20મી જૂનથી બે રૂપિયાનો વધારો કરાયો છે. 18 મહિના પછી આ ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાનું મુખ્ય કારણ ડિઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.
મોંઘવારીનો ડબલ ડોઝઃ દશના 217 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, પાંચ રાજ્યોમાં તો.....
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. જો કે બે દિવસથી ભાવ વધારો ન થતા લોકોને આંશિક રાહત મળી છે. પરંતુ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર ગયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, લદ્દાખ સહિત અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થયો છે.
દેશના 217 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી ગઈ છે. તો પાંચ રાજ્યોના તમામ જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયા કરતા વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયાને પાર થઈ છે. તો ડીઝલની કિંમત 95 રૂપિયા 14 પૈસા થઈ છે. મુંબઈની સાથે હૈદરાબાદ અને બેંગલોરમાં પણ પેટ્રોલની કિંમત 100ને પાર થઈ છે. હૈદરાબાદમાં પેટ્રોલ 100 રૂપિયા 74 પૈસા વેચાઈ રહ્યું છે. તો બેંગલોરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા 17 પૈસા થઈ ગઈ છે.
આ તરફ દિલ્લીમાં પેટ્રોલની કિંમત 96 રૂપિયા 93 પૈસા અને ડીઝલની કિંમત 87 રૂપિયા 69 પૈસા થઈ છે. તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 93 રૂપિયા 84 પૈસા છે. ડિઝલનો ભાવ 94 રૂપિયા 43 રૂપિયા થયો છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
- 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.