શોધખોળ કરો

Suicide: મૉડલ તાનિયા કેસમાં IPL કનેક્શન, કૉલ ડિટેલમાં આ ક્રિકેટરનું નામ નીકળતા પોલીસે મોકલ્યુ સમન્સ

સુરત પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી કે તાનિયાનો સંપર્ક IPL ખેલાડી અભિષેક શર્મા સાથે હતો

Surat Police Summoned Abhishek Sharma: ગયા સોમવારે, 19 ફેબ્રુઆરીએ ગુજરાતના સુરતની જાણીતી મૉડલ તાનિયા સિંહની આત્મહત્યાની માહિતી સામે આવી હતી. સુરતના વેસુ રોડ પર આવેલા હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં તાનિયાએ આત્મહત્યા કરી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં સુરત પોલીસે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર અને પંજાબના ડૉમેસ્ટિક ક્રિકેટર અભિષેક શર્માને સમન્સ મોકલ્યું છે.

સુરત પોલીસનું અભિષેક શર્માને તેડુ, મોકલ્યુ સમન્સ 
સુરત પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી કે તાનિયાનો સંપર્ક IPL ખેલાડી અભિષેક શર્મા સાથે હતો. જોકે, થોડા સમયથી અભિષેક અને તાનિયા વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. પોલીસે અભિષેકને તેની અને તાનિયાની મિત્રતા અંગે પૂછપરછ માટે બોલાવ્યો છે.

આ માહિતી આપતા વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.યુ. બારડે જણાવ્યું હતું કે 'કૉલ ડિટેઈલ મુજબ તાનિયા અને અભિષેક શર્મા વચ્ચે તાજેતરમાં કોઈ સંપર્ક થયો નથી. જોકે, તેમની મિત્રતાના કારણે અભિષેકને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યો છે.’ તાનિયા સિંહની આત્મહત્યાની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ મોડલે માત્ર 28 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

Suicide: મૉડલ તાનિયા કેસમાં IPL કનેક્શન, કૉલ ડિટેલમાં આ ક્રિકેટરનું નામ નીકળતા પોલીસે મોકલ્યુ સમન્સ

કોણ છે અભિષેક શર્મા 
અભિષેક શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે. જો આપણે તેની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તેણે 47 મેચ રમી છે અને 137.83ની સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. IPL સિવાય અભિષેક ઘરેલુ ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. તે હાલમાં જ રણજી ટ્રોફીમાં પોતાની ટીમ માટે રમતા જોવા મળ્યો હતો. રણજી ટ્રોફીની આ સિઝનમાં અભિષેકે પંજાબ માટે 4 મેચ રમી હતી જેમાં તેણે પોતાના બેટથી 199 રન બનાવ્યા હતા.

મોડલ તાનિયા આઈપીએલના કયા ખેલાડીના સંપર્કમાં હતી? છેલ્લો ફોન કોને કર્યો હતો, જાણો

સુરતમાં આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે.  શહેરમાં મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.  યુવતીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેથી યુવતીના પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. તાનિયા IPL પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો છે. તાનિયાના કોલ ડીટેલમાં અનેક રાઝ છે અને છેલ્લો કોલ પણ અભિષેકને કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તાનિયા એ પ્રેમ પ્રકરણમાં જ આત્મહત્યા કારી હોવાની વાત છે.

અભિષેક શર્માની કેવી છે આઈપીએલ કરિયર

અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. તે ઓલરાઉન્ડર છે. તેણે આઈપીએલની 47 મેચમાં 137.38ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આપીએલમાં અત્યાર સુધીમાં તેણે 4 ફિફ્ટી ફટકારી છે. જ્યારે 9 વિકેટ પણ ઝડપી છે.

Model Suicide in Surat: મોડલ તાનિયા આઈપીએલના કયા ખેલાડીના સંપર્કમાં હતી? છેલ્લો ફોન કોને કર્યો હતો, જાણો

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રેહતી તાનિયા ભવાનીસિંગ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી.  ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.  સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વ્હાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.  તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Model Suicide in Surat: મોડલ તાનિયા આઈપીએલના કયા ખેલાડીના સંપર્કમાં હતી? છેલ્લો ફોન કોને કર્યો હતો, જાણો

ભાઇ કેનેડામાં કરે છે અભ્યાસ

વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય તાનિયા છેલ્લા દોઢ બે વર્ષથી ફેશન ડીઝાનીંગ અને મોડલિંગ  કરતી હતી. આજે સવારે ઘરમાં જુહીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.વેસુ પોલીસે જણાવ્યુ કે, પ્રેમ પ્રકારણમાં જુહીને આ પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક શકયતા છે પણ તપાસ બાદ આ અંગે હકીકત જાણવા મળશે.  તેના કાનમાંથી ઇયર ફોન મળી આવ્યા હતા.  તે મુળ રાજસ્થાનમાં સીકરની વતની હતી. તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે. તેની એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં મેનેજમેન્ટ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
Embed widget