શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વલસાડમાં એક જ પરિવારના 7 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો અત્યાર સુધીમાં નોંધાયા કેટલા કેસ?
આમ, વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 34એ પહોંચી છે. જ્યારે આજે કોરોનાના 5 કેસો સામે આવ્યા છે.
વલસાડઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી હ્યા છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાં એક જ પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મળતી વિગતો પ્રમાણે અગાઉ વાપીના શાકભાજીનો હોલસેલ વેપાર કરતાં પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે આ પરિવારના અન્ય ત્રણ સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વાપીના ચલા વિસ્તારમાં રહેતા 3 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 9 વર્ષનો પુત્ર, 33 વર્ષીય પત્ની અને 24 વર્ષીય ભાઈનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ આ પરિવારના બે યુવકો સહિત ચારના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ સિવાય ગોદાલનગરમાં 7 વર્ષની બાળકી અને 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકી અને પુરુષ એક જ પરિવારના છે. તેમજ અગાઉ આ પરિવારના સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ, વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 34એ પહોંચી છે. જ્યારે આજે કોરોનાના 5 કેસો સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion