શોધખોળ કરો

Surat: સુરતની પાંડેસરા પોલીસે ધાડપાડુ ગેંગ ઝડપી, ધાડ અને લૂંટના છ ગુનાનો ભેદ ઉકેલાયો

 પોલીસે ધાડપાડુ ગેંગના પાંચ સાગરિતની એર ગન સહિતના હથિયાર મળી કુલ 2 લાખ 95 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.  

સુરત:  સુરતની પાંડેસરા પોલીસને ધાડપાડુ ગેંગને પકડવામાં સફળતા મળી છે.  શહેરના અલગ- અલગ વિસ્તારમાં ધાડના બનાવને અંજામ આપતા હતાં.  પોલીસે ધાડપાડુ ગેંગના પાંચ સાગરિતની એર ગન સહિતના હથિયાર મળી કુલ 2 લાખ 95 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.  ધાડપાડુ ગેંગના પાંચ સાગરિત પકડાતા જ સુરત શહેરમાં ધાડ અને લૂંટના અલગ- અલગ છ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધાડપાડુ ગેંગના સાગરિતોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરી છે.  

ધાડપાડુ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે કોઈ પણ સોસાયટી કે અવાવરૂ જગ્યાએ દિવસ દરમિયાન બેસી રહેતા હતાં અને રાત્રીના સોસાયટીઓમાં ઘૂસી અંજામ આપતા હતાં.  જો ક્યાંય બનાવને અંજામ આપવા જતા કોઈ પ્રતિકાર કરે તો હુમલો કરતા હતાં.  આ ઉપરાંત ચપ્પુની અણીએ લોકોને લૂંટી લેતા હતાં. પોલીસે આશંકા વ્યકત કરી છે કે ધાડપાડુ ગેંગના સાગરિતો પકડાતા મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક ગુનાનો ભેદ ઉકેલાશે. આ ગેંગમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસે વૉન્ટેડ જાહેર કર્યા છે. 

Gujarat: રાજ્યમાં ઠંડીથી મળશે આશિંક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર થોડુ ઘટશે.  આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય.   હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે, પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. 

હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે પણ કચ્છનું નલિયા  સૌથી ઠંડુંગાર રહ્યું છે.  નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 12 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  

Jamnagar:  ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરતા ચકચાર

જામનગરમાં લાલપુર ચોકડીથી થોડે દૂર ઝાડીઓમાં માતા અને તેની એક વર્ષીય પુત્રીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ  હત્યા મૃતક મહિલાના જ પતિએ કરી હતી. તારીક નામનો શખ્શ તેની પત્ની શબાનાના ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર ઝઘડા કરતો હતો.  જેને લઈ તેની પત્ની પોતાની માતાના ઘરે રહેતી હતી.  ગઈકાલે તારીકે તેને બોલાવતા તે પોતાની એક વર્ષીય દીકરી રૂબીનાને લઈને પહોંચી હતી. 

આ સમયે તારીકે તેની પત્ની અને દીકરીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી.  બાદમાં તે રાજકોટ પહોંચ્યો અને પોલીસ સ્ટેશને સામેથી હાજર થઈ કબૂલાત કરી કે તેણે પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી નાંખી છે.  રાજકોટ પોલીસે જામનગર પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળેથી માતા અને પુત્રીની લાશનો પોલીસે કબજો લીધો હતો.  આરોપી તારીક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે હત્યાના પ્રયાસ અને ધાકધમકી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget