શોધખોળ કરો
Advertisement
લોકડાઉનની વચ્ચે સુરતમાં અચાનક જ કેમ લોકોનાં ટોળેટોળાં ઉમપડી પડ્યા? જાણો
સુરતમાં હાલ કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત એપીએમસી ખાતે લોકોનો જમાવડો થયો છે.મોટી સંખ્યામાં લોકો એપીએમસી પહોંચ્યાં હતાં.
સુરત: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉન દરમિયાન લોકોને આવશ્યક ચીજવસ્તુઓની કોઈ ઘટ ન સર્જાય તે માટે ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે કામ ન હોય તો પણ ઘરની બહાર લટાર મારવા માટે નિકળ્યાં રહ્યાં છે. જોકે રોજબરોજના વપરાશના શાકભાજીના વેચાણ માટે સુરત એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે પાસ ઈશ્યૂ કરવાની જાહેરાત કરી હતી. આ પાસ લેવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યાં હતા. એટલું જ નહીં ઘણાં લોકોએ તો માસ્ક પણ પહેર્યાં નહોતા.
સુરતમાં હાલ કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે સુરતમાં શાકભાજીના વેચાણ માટે સુરત એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે પાસ ઈશ્યૂ કરવાની જાહેરાત કરી હતી. આ પાસ લેવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યાં હતા.
સુરત એપીએમસી ખાતે લોકોનો જમાવડો થયો છે.મોટી સંખ્યામાં લોકો એપીએમસી પહોંચ્યાં હતાં. પાસ લેવા માટે લોકોને બોલાવ્યા હતાં. લોકોને બોલાવ્યા બાદ સંચાલકો ગાયબ થઈ ગયાં હતાં. સવારે 9 વાગ્યે પાસ આપવાના હતાં.પાસ માટે ફેરિયાઓ મોટી સંખ્યામાં પહોંચ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement