(Source: ECI/ABP News/ABP Majha)
સંબંધો થયા શર્મસાર! કૌટુંબિક કાકાએ માનસિક બીમાર ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ
વાંસદાના એક ગામમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ કૌટુંબિક કાકાની કરતૂત જોઈને કોઈ પણ વ્યક્તિનું માથું શરમથી ઝુંકી જશે. આ વ્યક્તિએ 26 વર્ષીય માનસિક બીમાર યુવતીનું શોષણ કર્યું છે.
નવસારી: વાંસદાના એક ગામમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ કૌટુંબિક કાકાની કરતૂત જોઈને કોઈ પણ વ્યક્તિનું માથું શરમથી ઝુંકી જશે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિએ 26 વર્ષીય માનસિક બીમાર યુવતીનું શોષણ કર્યું છે. ઘરે એકલતાનો લાભ ઉઠાવી આધેડ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતા આધેડની ધરપકડ કરવામાં આવી છે.
એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો
પાટણ: એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ સુરક્ષિત ન હોવાનો ઘટના સામે આવી છે. સુરતથી વતન આવતી એકલી મહિલાની બસના ડ્રાઈવરે છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. સુરત-રાધનપુર એસટી બસના ડ્રાઈવરે બસ કંડકટરને ચલાવવા આપી બાદમાં મુસાફરી કરી રહેલી મહિલાની છેડતી કરતા સમગ્ર એસટી વિભાગમાં હડકંપ મચી ગયો છે. આ મહિલા સુરતથી તેના પિયર સમીના વાવલ ગામમાં આવી રહી હતી. બસના ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ પાટણ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી મદદ માગી હતી. ત્યાર બાદ સમી પોલીસ સમી બસ સ્ટેશને પહોંચી હતી અને મહિલાની મદદ કરી હતી. મહિલાએ બસ નંબર-GJ 18 Z 1935ના ડ્રાઈવર મહંમદ રજાક અનવર ઘાંચી નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. સમી પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સગી જનેતાએ એક વર્ષના બાળકને આપ્યું ઝેર અને પછી...
સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં હ્યદયને હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના જ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવ્યું છે અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષીય ચેતનાબેને પોતાના પુત્રને ઝેર પીવડાવ્યા બાદમાં પોતે પણ ઝેર પી લીધું હતું. ચેતનાબેન ગત બપોરે કચરો નાખવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા હતાં. બાદમાં કાપોદ્રાના ઝડફિયા સર્કલ પાસેથી માતા પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં. માતા પુત્ર બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ અંગે પ્રાથમિક માહિતી એવી સામે આવી રહી છે કે, માનસિક સંતુલન ગુમાવી દેતાં પગલું ભર્યાની પરિવારને આશંકા છે. કાપોદ્રા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માત્ર બે માસની બાળકીને પરિવારે આપ્યા ડામ, ઘટનાની હકિકત જાણીને ચોંકી જશો
રાજકોટ: આધુનિક યુગમાં આટલી બધી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ હોવા છતા લોકો અંધશ્રદ્ધામાં પડી પોતાના સંતાનોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. હવે આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 2 માસની દીકરીના શરીરે ડામ આપવામાં આવ્યા છે. ગોંડલના ગુદાળા ચોકડી પાસે રહેતા પરિવારે 2 માસની દીકરી બિમાર પડતા તેને હોસ્પિટલે લઈ જવાને બદલે તેને ડામ આપ્યા હતા. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરવી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને વર્ષોથી ગુજરાતમાં રહે છે. આ પરિવાર હાલમાં ગોંડલમાં કડીયા કામ કરે છે. આ અંધશ્રદ્ધની ઘટનાની નોંઘ વિજ્ઞાન જાથાએ પણ લીધી છે.