સુરત સ્મીમેર હોસ્પિટલમાં 170 કર્મચારીઓને અચાનક છૂટા કરાતા વિરોધપ્રદર્શન
ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છૂટા કરાતા કર્મચારીઓ વિરોધમાં ઉતર્યા હતા.
સુરતઃ ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છૂટા કરાતા કર્મચારીઓ વિરોધમાં ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર સુરત કૉર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 170 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ 11 મહિનાના કરાર પર લેવાયા હતા પરંતુ અચાનક જ 122 વોર્ડ બોય અને 48 જેટલી આયાને છૂટી કરવામાં આવ્યા હતા. જેના પગલે આ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો અને ધરણા પર ઉતર્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં પહેલાથી જ સ્ટાફની અછત છે એવામાં 170 કર્મચારીઓને હોસ્પિટલના નઘરોળ પ્રશાસને છૂટા કરતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
નવસારીમાં બે વિદ્યાર્થીઓને થયો કોરોના
નવસારી જિલ્લામાં વધુ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. નવસારી જિલ્લાની ચીખલી તાલુકાના મલિયાધાર અને વંકાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં આરોગ્ય વિભાગે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોરોના રિપોર્ટ કરાવ્યા છે. તો છેલ્લા એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ અને આરોગ્ય વિભાગમાં ચિંતા ફેલાઈ છે.
RBI News: ફીચર ફોન રાખતાં 55 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે કરી શકાશે UPI પેમેંટ
NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનમાં નીકળી ભરતી, 10 અને 12 પાસ કરી શકે છે અરજી
ઓમિક્રોનના ખતરા વચ્ચે ભાજપ શાસિત આ રાજ્ય જાહેર કરશે કોરોનાની નવી ગાઈડલાઈન, જાણો વિગત
Skin care:સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન A છે જરૂરી, આ રીતે કરો પૂર્તિ