ઓમિક્રોનના ખતરા વચ્ચે ભાજપ શાસિત આ રાજ્ય જાહેર કરશે કોરોનાની નવી ગાઈડલાઈન, જાણો વિગત
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, હાલ કર્ણાટકમાં કોરોનાના 7129 એક્ટિવ કેસ છે. જ્યારે 29,55,327 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 38,243 લોકોના કોરોનાથી મોત થયા છે.
બેંગ્લુરુઃ દેશમાં કર્ણાટકમાં જ સૌથી પહેલા ઓમિક્રોનનો કેસ નોંધાયો હતો. કર્ણાટકના બેંગલુરુમાં કોરોના વાયરસના નવા પ્રકાર 'ઓમિક્રોન'ને હરાવી ચૂકેલા એક ડૉક્ટર ફરી કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ ડૉક્ટર ભારતમાં 'ઓમિક્રોન'થી સંક્રમિત થયેલા પ્રથમ બે લોકોમાંથી એક છે. આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજ્યમાં નવી ગાઇડલાઇન લાગુ કરવાની હિંટ આપી છે.
ન્યૂઝ એજન્સી IANSના ટ્વીટ પ્રમાણે, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ રાજ્યમાં Omicron ના ભય વચ્ચે કોરોનાને લઈ નવી માર્ગદર્શિકાનો સંકેત આપ્યો છે. આ માટે 9 ડિસેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે.
કર્ણાટકમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, હાલ કર્ણાટકમાં કોરોનાના 7129 એક્ટિવ કેસ છે. જ્યારે 29,55,327 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 38,243 લોકોના કોરોનાથી મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8439 નવા કેસ નોંધાયા છે અને 195 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9525 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93733 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5180 કેસ નોંધાયા છે અને 134 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 129, 54, 19,975 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 73,62,000 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,13,130 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 65 હજાર 953
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 89 હજાર 137
- એક્ટિવ કેસઃ 93 હજાર733
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 952