શોધખોળ કરો

RBI News: ફીચર ફોન રાખતાં 55 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે કરી શકાશે UPI પેમેંટ

RBI Announcement: દેશમાં ફીચર ફોન ધરાવતા 55 કરોડ ગ્રાહકો માટે આરબીઆઈ ટૂંક સમયમાં UPI-based payment products લોન્ચ કરશે,.

UPI Payment on Feature Phone: દેશમાં ફીચર ફોન ધરાવતા 55 કરોડ મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક પોલિસીની જાહેરાત કરતી વખતે આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે નાની રકમના UPI વ્યવહારો માટે "ઓન-ડિવાઈસ" વોલેટ લોન્ચ કરવામાં આવશે.

દેશમાં હાલમાં ફીચર ફોન્સ (નોન-સ્માર્ટફોન) માટે કોઈ UPI-આધારિત પેમેન્ટ એપ નથી જેથી આ ફોન ધરાવતા મોબાઈલ ગ્રાહકો તેમના ફીચર ફોનમાંથી UPI વ્યવહારો કરી શકશે. જો કે, હાલમાં, ઇન્ટરનેટ વિના મોબાઇલ ફોન પર વપરાશકર્તાઓ NUUP (નેશનલ યુનિફાઇડ યુએસએસડી પ્લેટફોર્મ) દ્વારા UPI વ્યવહારો કરી શકે છે. આ સિસ્ટમમાં *99# ડાયલ કરીને, વપરાશકર્તા ઇન્ટરેક્ટિવ મેનૂ દ્વારા વ્યવહારો કરી શકે છે. જો કે આ સિસ્ટમ વેગ પકડી શકી નથી.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન

RBI ફીચર ફોન માટે નવી UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે, જેથી દેશના મોટા વર્ગની જેમની પાસે સ્માર્ટ ફોન નથી તેઓ પણ સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIના આ પગલાથી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આ ઉપરાંત તેનાથી ઘણા પ્રકારના રોકાણ અને UPI ચુકવણી કરવામાં મદદ કરશે.

નાની કિંમતના UPI Payment માટે on-device wallet

RBI નાની કિંમતની UPI ચૂકવણીની સુવિધા આપવા માટે ઓન-ડિવાઈસ વોલેટ લાવશે. RBI અનુસાર, દેશમાં 50 ટકાથી વધુ UPI પેમેન્ટ્સ રૂ. 200થી ઓછી રકમના હોય છે. આ ચૂકવણી કરવા માટે ઘણા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ઘણી વખત વ્યવહાર પૂર્ણ થતો નથી. નાની કિંમતની UPI ચૂકવણીને સરળ બનાવવા માટે ઓન-ડિવાઈસ વોલેટ રજૂ કરવામાં આવશે. જો કે, આ UPI પેમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની સમયમર્યાદા આપવામાં આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી

મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ

તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા

અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર

શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ

Embed widget