(Source: ECI/ABP News/ABP Majha)
Railway : આજે રેલવેનો ફરી મેગા બ્લોક, વલસાડ અને સુરત વચ્ચે ચાલતી કેટલી ટ્રેનોને થશે અસર?
વેડછા યાર્ડમાં આજથી ઇલેક્ટ્રોનિક ઇન્ટરકોલિંગનું કામ શરૂ થવાના કારણે આજે મેગાબ્લોક જાહેર કરાયો છે
સુરતઃ આજે ભારતીય રેલવનો ફરી મેગા બ્લોક છે. વેડછા યાર્ડમાં આજથી ઇલેક્ટ્રોનિક ઇન્ટરકોલિંગનું કામ શરૂ થવાના કારણે આજે મેગાબ્લોક જાહેર કરાતા વલસાડ અને સુરત વચ્ચે ચાલતી કુલ 26 ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી 35 મિનિટ મોડી ચાલશે.
તો મુંબઈ, અમદાવાદ, ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ એસી ડબલ ડેકર જેવી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી ચાલશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની 26 ટ્રેનો પર અસર થશે. સૌથી વધુ મુંબઇ ની ટ્રેનોને અસર પડશે. તેમજ સૌરાષ્ટ્ર અને રાજસ્થાન ની ટ્રેનો પણ અસર થશે.
નોંધનીય છે કે આજે વડોદરાથી દાહોદ વચ્ચે ચાલતી મેમુ ટ્રેનનો પ્રારંભ કરાશે. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ટ્રેનનો પ્રારંભ કરાવાશે. સાંસદ રંજનબેન ભટ્ટ સહિત તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. વડોદરા રેલવે સ્ટેશને કાર્યક્રમ યોજાશે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દેશના જુદા જુદા રાજ્યોમાં નવી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો હતો. વડાપ્રધાન દ્વારા જામનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહીત ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ- બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ તિરૂવનંતપુરમ વચ્ચે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.
અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. તેવી જ રીતે જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે ઉપડશે નહીં.