શોધખોળ કરો
Advertisement
સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન
રાજ્યમાં આસો મહિનામાં પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ લેતા નથી. આજે સાંજે સુરત અને નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
સુરતઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે સુરત અને નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરતના અનેક વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સુરતના અડાજણ, અઠવાલાઇન્સ, વરાછા, નાનપુરા, પીપલોદ, ઉધના સહિત અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણ ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વરસાદ આવતાં ડાંગર અને નાગલીના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. રાવણ દહનના સમયે જ વરસાદ તૂટી પડતાં આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion