Gujarat Weather Update: સુરત, સૌરાષ્ટ્રમાં માવઠું, કેરી, ચીકુના ખેડૂતો ચિંતામાં મુકાયા
Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.
Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ કેરી, કપાસ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ ઉપરાંત હોળીના તહેવારના દિવસે ઠેક ઠેકાણે હોળીના દહનની તૈયારી ચાલુ હતી જે બાદ આયોજકો દ્વારા પ્લાસ્ટિકથી હોળીને ઢાકવાનો વારો આવ્યો છે. વીજળીના કડાકા થતા હોળી દહન માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત ઉપરાંત નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.
વલસાડના વાતાવરણમાં પલટો
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વલસાડ, વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. હોળીના તહેવાર પર જ કમોસમી વરસાદથી હોળી પર્વની આયોજકોમાં દોડધામ મચી છે. હોળી પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરેલી હોળીના લાકડા સહિતની સામગ્રી પલળી ગઈ છે. કમોસમી વરસાદે હોળી પર્વની ઉજવણીને ગ્રહણ લાગ્યું છે.
અમરેલીમાં પણ કડાકા-ભડકા સાથે માવઠું
અમરેલી જિલ્લામા સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. સાવરકુંડલા, લાઠી, દામનગર, ધારી સહિતના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી, દલખાણીયા, મીઠાપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ છે. સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્યના નાના ભમોદ્રા, નેસડી,જીકિયાળી, ચરખડીયા, ઓળિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે, કેટલાક ગામોમાં કરા પણ પડ્યા છે.
રાજયમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 3 દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. થંડરસ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે, ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે.
ક્યાં પડશે વરસાદ અને કરા
હવામાન વિભાગ દ્વારા અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ અને હેલસ્ટ્રોમ રહેશે. હેલસ્ટ્રોમમાં બરફ પડશે, જેમાં બરફના કરા પડી શકે છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે.
ક્યારથી ફરી વધશે તાપમાન