શોધખોળ કરો

Gujarat weather update: સુરતના આ વિસ્તારમાં ભરે શિયાળે જોવા મળ્યો વરસાદી માહોલ

Gujarat weather update: સુરતના પલસાણા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. પલસાણા પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી.

Gujarat weather update: સુરતના પલસાણા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. પલસાણા પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. શિયાળામાં વરસાદ ખાબકતા લોકોને જબલ ઋતુનો અનુભવ થયો હતો અને ઠંડીથી ઠુઠવાયા પણ હતા. તમને જણાવી દઈએ કે, પલસાણા વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બે દિવસથી શિયાળાની ઋતુમાં અસહ્ય બફારો વર્તાયો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ બપોરે પછી વરસાદ વરસ્યો હતો. પલસાણા, કરણ, કડોદરા, ચલથાણા સહિત આજુબાજુના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ

અમદાવાદ: પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી.

ભય વિના પ્રીત નહિ

કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો જ નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ના બતાવે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવી વાત પણ હાઇકોર્ટે કરી હતી. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. કોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ભય વિના પ્રીત નહિ.

અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું

જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય લાચાર હોઈ શકે નહીં પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર. તો બીજી તરફ સરકારની કોર્ટમાં રજૂઆત.. રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું. 

અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી

અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની રજૂઆત અરજદારની છે. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી 'માતૃભાષા અભિયાન' સંસ્થાએ કરી છે.

22 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે

સરકારના તારીખ 13.4.2018 ના પરિપત્રનો સાચા અર્થમાં; શબ્દશઃ અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે તબક્કાવાર જુદાં જુદાં ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહિ થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે. 22 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Embed widget