Raksha Bandhan 2023: સુરતમાં ગોલ્ડ રાખડી બની આકર્ષણનું કેન્દ્ર, ભાવ સાંભળીને ચોંકી જશો
સુરતના એક જ્વેલર્સ શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે 500 થી 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.
Raksha Bandhan 2023: સુરતના જ્વેલર્સ દ્વારા આ વખતે રક્ષાબંધન ને લઈ ખાસ રાખડીઓ બનાવવામાં આવી છે. 500 થી લઈ 5 લાખ સુધીની કિંમતની ગોલ્ડ & ડાયમંડ રાખી જ્વેલર્સ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જે રાખડીઓની ખરીદી રક્ષાબંધન ને લઈ જોવા મળી રહી છે.જ્વેલર્સ વેપારી દ્વારા ગોલ્ડ રાખીની સાથે તૈયાર કરવામાં આવેલ સિલ્વર ગોલ્ડ રાખીની પણ ગ્રાહકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. ગોલ્ડ રાખીની કિંમત 500 થી 5 લાખ રૂપિયા સુધીની છે.
રાખડી રક્ષાબંધન પછી પણ ઘરેણા તરીકે પહેરી શકાય છે
ડાયમંડ સીટી સુરતમાં આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઈ ખાસ ડાયમંડ ગોલ્ડ રાખી તૈયાર કરવામાં આવી છે. રક્ષાબંધન ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે.પછી બદલામાં ભાઈ વચન આપીને કેટલીક ભેટ આપે છે.રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરતમાં તૈયાર કરવામાં આવી છે, રક્ષાબંધન નિમિત્તે માત્ર બહેનો જ તેમના ભાઈઓના કાંડા પર રેશમી દોરાથી બનેલી રાખડીઓ બાંધતી હતી, જોકે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા હજુ સુધી સમાપ્ત થઈ નથી. પરંતુ શહેરી વિસ્તારોમાં બદલાતા સમયની સાથે રાખીઓની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે.
સુરતના એક જ્વેલર્સ શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે 500 થી 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જ્વેલર્સ દીપક ભાઈ ચોકસીના જણાવ્યાનુસર તેમના દ્વારા તૈયાર કરેલી રાખડીઓ રક્ષાબંધન પછી પણ ઘરેણા તરીકે પહેરી શકાય છે.
સુરતના જ્વેલર્સ માલિક દીપક ચોકસી દ્વારા જ્વેલરીમાં વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં સૌથી મોંઘી અને આકર્ષણનું કેન્દ્ર 5 લાખ રૂપિયાની આ રાખડી છે.જો કે આ રાખડી જ્વેલરે ગ્રાહક બહેનની માંગ પર તૈયાર કરી છે.જેને કદાચ દેશની સૌથી મોંઘી રાખડી કહી શકાય છે.તે સોના અને હીરાની બનેલી છે.આ રાખડીમાં દોરાને બદલે સોનાનું બંગડી અને હીરાનું પેન્ડન્ટ છે. જે રક્ષાબંધન પછી પણ મહીલાઓ હાથમાં બંગડી અને ગળામાં સોનાની ચેઇનમાં હીરાનું લોકેટ પહેરી શકે છે. અથવા તો, ભાઈને મળેલી આ મોંઘી રાખી તેની પત્ની ગળામાં પહેરી શકે છે. જો દીપક ભાઈની વાત માની લેવામાં આવે તો સોના -ચાંદીમાં રોકાણ મુજબ આવી રાખડીઓ પણ ખરીદવામાં આવે છે. જો કે, કોવિડ સમયગાળાને કારણે, પહેલાની જેમ કોઈ માંગ નથી..આ સાથે સિલ્વર ગોલ્ડ રાખી પણ તૈયાર કરવામાં આવી છે.જેમાં બાળકો માટેની સિલ્વર ગોલ્ડ રાખીની કિંમત 300 રૂપિયા થી માંડી 50 હજાર સુધીની છે. જો કે જ્વેલર્સ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલી ગોલ્ડ રાખીની ખરીદી કરવા આવેલી યુવતી પોતાના વિરાની કલાઈ પર લાખોની કિંમતની રાખી બાંધવા ઘણી ઉત્સુક જોવા મળી હતી.
ગુજરાતનું સુરત શહેર દેશ અને દુનિયામાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે.વિશ્વભરમાં તૈયાર થતા 100 હીરામાંથી 95 હીરા સુરતમાં તૈયાર આવે છે, તેથી સુરતના શ્રીમંત પરિવારોમાં અલગ અલગ તહેવારો પર આવા અનોખા ઘરેણાં ખરીદવાનો ટ્રેન્ડ છે, એટલે જ સુરતના જ્વેલર્સ અનન્ય લોકોની માંગના આધારે લાખોની કિંમતની ગોલ્ડ રાખી તૈયાર કરી છે.જે રાખી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર ચોક્કસથી બની છે.