શોધખોળ કરો
Advertisement
કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવા અમદાવાદની જેમ સુરતમાં પણ આ અભિયાન કરાયું તેજ, જાણો વિગત
સુરતમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. ધનવન્તરી રથ મારફત લોકોનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ, સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સરકાર ચિંતિત બની છે અને અમદાવાદ પેટર્નથી સુરતમાં કોરોના પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કરાયા છે. સુરતમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. ધનવન્તરી રથ મારફત લોકોનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે.
સુરતના પૂર્વ પાલિકા કમિશ્નર એમ.થેંનારાસનની આગેવાનીમાં કામગીરી તેજ કરાઈ છે. અમદાવાદની જેમ સુરતમાં કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવા કવાયત તેજ કરાઈ છે. સુરતના 8 ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે. પલ્સ ઓક્સિમીટર, થર્મલ ગનથી લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. સ્થળ પર જ લોકો આયુર્વેદિક, હોમીઓપેથી, એલોપથી અને ઉકાળો આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement