શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આરોગ્ય મંત્રીના નામે મેસેજ વાયરલઃ તમામ સોસાયટીને લોકડાઉન કરો, છપ્પનની છાતીવાળો આપણા વડાપ્રધાન......
રાજ્યના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે પણ એક મેસેજ વાઈરલ થયો છે, જેમાં તેમણે સોસાયટીઓને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હોવાનો દાવો કરાયો છે. આ મેસેજ ખોટો હોવાની કાનાણીએ સ્પષ્ટતા કરી છે પણ કાનાણીના નામે નીચે પ્રમાણેનો મેસેજ વાઈરલ થયો હતો.
સુરતઃ દિવાળીના તહેવારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં ફરીથી લોકડાઉન થવાનું છે તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે. રાજ્યના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે પણ એક મેસેજ વાઈરલ થયો છે, જેમાં તેમણે સોસાયટીઓને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હોવાનો દાવો કરાયો છે. આ મેસેજ ખોટો હોવાની કાનાણીએ સ્પષ્ટતા કરી છે પણ કાનાણીના નામે નીચે પ્રમાણેનો મેસેજ વાઈરલ થયો હતો.
તમામ સોસાયટીના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રીનો સંદેશ
તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરીશ્રીને વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે ! , બહારથી આવતા કોઇપણ તમારા સગાસંબંધી , મિત્રો ને તમારા ઘરે આવવાની સ્પષ્ટ ના પાડો , કોઇ વિદેશથી સોસાયટીમાં આવેલ હોય તો તેની જાણ પણ સરકારશ્રીને કરો, કોરોના કેટલો ગંભીર છે ધ્યાન રાખશો, સરકારી અર્ધસરકારી સ્કુલો , જીમ ને ખાલી કરીને હોસ્પીટલમાં ફેરવવાના આદેશ નીકળી ચુક્યા છે, એટલે સોસાયટીમાં ક્રિકેટ રમતા , રાત્રે ગંજીપતે અથવા ગેમ રમતા, રાત્રી વોકીંગ કરતા કે પાડોશીને ત્યાં મીટીંગો કરીને બેસતા લોકોને સમજાવો અને ઘરમાં જ પુરાઇ રહેવા સમજાવો, જો સોસાયટીના આગેવાનો અને પ્રમુખશ્રીઑ કડક પગલાં લેશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકશે, ક્યાંક એવું ના બને કે આગામી સમયમાં તમારા જ પાડોશી કે સોસાયટીમાં શંકાસ્પદ કેસ આવે અને મોડું થય જાય. તો પ્રમુખ તરીકે આપને મળેલા હક અને ફરજો ધ્યાનમાં રાખીને સોસાયટી પાસે અમલ કરાવી આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવાનો આજ યોગ્ય સમય છે.
લાખોની વસ્તી ધરાવતા શહેરો માં આપની શેરીઓ સુધી ફરજ પરના અધિકારીઓને આવવું પડે એ આપડા માટે શરમ જનક બાબત હોય, તો જો ૫૬ની છાતીવાળો આપણો વડાપ્રધાન જો ઘરમાં રહેવાની સલાહ આપતા હોય તો સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે, સોસાયટીના ચેરમેન/ સેક્રેટરી એલર્ટ થઇને યોગ્ય પગલાં લેશો.... આભાર....
લી..
આપનો સહદયી કિશોર કાનાણી (કુમાર)
આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement