શોધખોળ કરો

Heart Attack: સુરતમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટકેથી મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Surat News: સુરતમાં પણ હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. વહેલી સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો.

Surat News: સુરતમાં પણ હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. વહેલી સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે.

થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવતાં યુવકનું થયું હતું મોત

સુરતના ગીતા નગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીના ભાગમાં દુખાવો થયો હતો. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રમાશંકર ત્રિવારી કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

પાટણ જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે 1.30 કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

  • માથામાં દુખાવો થવો
  • વધુ પરસેવો આવવો
  • નાડીનું તેજ ચાલવું
  • ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી
  • નબળાઇ અનુભવવી

કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hit And Run: બેફામ દોડતી કારે બે બાઈક સવારને લીધા અડફેટે, જુઓ વીડિયોમાંMahashivratri Ravedi : જૂનાગઢ ભવનાથમાં રંગેચંગે રવેડીનો થયો પ્રારંભ, સાધુ-સંતોએ અવનવાં કરતબો કર્યાંHun To Bolish : હું તો બોલીશ : આ દાદાને સલામHun To Bolish : હું તો બોલીશ : બદમાશ બાબુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ
Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Embed widget