Surat : બિઝનેસેમેને ઓફિસમાં યુવતી સાથે લીધી છૂટછાટ ને પછી ઘરે અચાનક પહોંચી જઈને બાંધ્યા શરીર સંબંધ. જાણો કઈ રીતે બંનેનો થયેલો પરિચય ?
બિઝનેસમેનને યુવતીના ઘરે પહોંચી ગયો હતો. તેમજ પોતાની સાથેના સંબંધની પતિને જાણ કરી દેવાની ધમકી આપી તેની સાથે યુવતીના જ ઘરમાં પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા બિઝનેસમેને યુવતીને નોકરીની લાલચ આપીને પરાણે શારીરિક સંબંધ બાંધતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. 27 વર્ષીય યુવતીની ફરિયાદને આધારે જહાંગીરપુરા પોલીસે બિઝનેસમેનની ધરપકડ કરી છે. યુવતી હજુ થોડા દિવસ પહેલા જ જહાંગીરપુરામાં રહેવા આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અંકલેશ્વરની 27 વર્ષીય પરણીત યુવતીએ સોશિયલ મીડિયા પર એક કાફેમાં નોકરીની જાહેરાત જોઈ હતી. આથી કાફેના માલિકનો યુવતીએ સંપર્ક કર્યો હતો. આ પછી બંને વચ્ચે સોશિયલ મીડિયા અને વીડિયો કોલિંગથી વાતચીત થતી હતી. આ પછી બિઝનેસમેને થોડા દિવસ પહેલા યુવતીને નોકરીની લાલચ આપીને મળવા માટે બોલાવી હતી.
યુવતી મળવા આવતાં બિઝનેસમેન તેને કારમાં બેસાડી અબ્રામા તરફ લઈ ગયો હતો અને કારમાં જ યુવતી સાથે અડપલા કર્યા હતા. આ ઘટનાથી યુવતી ડઘાઈ ગઈ હતી અને બિઝનેસમેનને અવોઇડ કરવા લાગી હતી. બીજી તરફ પતિનું કન્સ્ટ્રક્શનનું કામ સુરત તરફ શરૂ થતાં થોડા દિવસો પહેલા જ યુવતી જહાંગીરપુરા રહેવા આવી હતી.
આ અંગે બિઝનેસમેનને જાણ થતાં કોઈ પણ બહાને પરાણે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. તેમજ પોતાની સાથેના સંબંધની પતિને જાણ કરી દેવાની ધમકી આપી તેની સાથે યુવતીના જ ઘરમાં પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન સામે ફરિયાદ નોંધાવી હતી.