Surat News: સુરતના અમરોલીમાં સામૂહિક આત્મહત્યાથી ચકચાર
સુરતના અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે.આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતના અમરોલીમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યા. એન્ટેલિયા ફ્લેટમાં ભરત સસાંગીયા, પત્ની વનિતાબેન સસંગીયા અને પુત્ર હર્ષ સસાંગીયાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને લીધે ત્રણેયે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ભરતભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જ્યારે પુત્ર હર્ષ પણ રત્ન કલાકાર તરીકે કરતો હતો કામ. જો કે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે પિતા-પુત્રની નોકરી છુટી ગઈ હતી. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી ફ્લેટના લોનના હપ્તા પણ ન ચુકવાતા આખરે કંટાળીને પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે.. જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.




















