શોધખોળ કરો

Surat: સુરતમાં સરદારબ્રિજ પરથી કૂદીને યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, સ્થાનિકોએ બચાવી લીધી

સુરતમાં સરદાર બ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી  હતી

સુરતમાં સરદાર બ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી  હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના સરદાર બ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જોકે સદનસીબે યુવતીનો બચાવ થયો હતો. યુવતીએ ક્યાં કારણોસર તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીએ છલાંગ લગાવી ત્યારે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.જોકે ફાયરના જવાનો પહોંચે તે પહેલા ત્યાં હાજર કેટલાક સ્થાનિક તરવૈયાઓ અને સિવિલ ડિફેન્સના લોકોએ તાપી નદીમાં કૂદી યુવતીને બચાવી લીધી હતી. હાલ તો યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવામાં આવી છે.

Surat Airport: સુરત એરપોર્ટ પર DRI નો સપાટો, લાખો દિરહમ લઈને જતા યુવકને ઝડપી પાડ્યો

સુરત: એરપોર્ટ પર DRI એ શારજાહ ફ્લાઇટમાં જતા એક વ્યક્તિ પાસેથી બે લાખ દિરહમ ઝડપી પાડ્યા છે. હાલમાં આ યુવકની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સોનુ ખરીદવા માટે આ ચલણ શારજાહ લઇ જઇ રહ્યો હોવાનું રટણ યુવક કરી રહ્યો છે. આ યુવકે બે લાખ દિરહમ પુસ્તકો અને કપડા ઉપરાંત બેગમાં સંતાડયા હતા.  આ દિરહમ તે ક્યાંથી લાવ્યો, સમગ્ર કાંડમાં બીજુ કોણ-કોણ સામેલ છે તેની તપાસ ચાલું છે. 

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર શારજાહ જતી ફલાઇટમાં ઉન ખાતે રહેતો એક યુવક બે લાખ દિરહમ લઇ જઇ રહ્યો હોવાની માહિતી મળી હતી. આથી ડીઆરઆઇ ટીમ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી. જેવો એ યુવક દેખાયો કે તુરંત જ તેની તપાસ કરવામાં આવી હતી. તેની પાસેની બેગ ચેક કરવામાં આવી. તેમાં કપડા અને ચોપડીઓ હતી.  જેમાં દિરહમ સંતાડવામાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન યુવકે સ્વીકાર્યું કે તે, દિરહમ લઇને દુબઇ જવાનો હતો અને ત્યાંથી સોનુ લાવવાનો હતો. હાલ દિરહમ જપ્ત કરીને ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત

બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર બાઈક સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા છે જ્યારે કારમાં આગળની સીટમાં બેઠેલી બાળકીનું મોત થયું છે. મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર

જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.  સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget