Surat : પ્રેમી સાથે શરીર સુખ માણીને પ્રેગનન્ટ થયેલી 15 વર્ષની છોકરી સિવિલમાં ભ્રૂણ મૂકીને ભાગી ગઈ, જાણો વિગત
સગીરા ભાગી જતાં નવી સીવીલ હોસ્પિટલ સંચાલકોએ લીંબાયત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરત: 15 વર્ષીય સગીરા કસુવાવડ થતા સિવિલ હોસ્પિટલ માં ભ્રૂણ મૂકી ભાગી ગઈ હતી. સગીરા ભાગી જતાં નવી સીવીલ હોસ્પિટલ સંચાલકોએ લીંબાયત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
15 વર્ષીય તરૂણીને પ્રેમ પ્રકરણમાં ગર્ભ રહી ગયો હતો. જેથી તરૂણી માસીને ત્યાં લીંબાયતમાં રહેવા આવી હતી. મળસ્કે 3 વાગે તરૂણીને કસુવાવડ થતા ભૃણ સાથે 108માં નવી સીવીલ લવાઈ હતી. લેબર રૂમમાં સારવાર લીધા બાદ તરૂણી નવી સીવીલથી ભાગી ગઈ હતી. લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણઃ શંખેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગર્ભવતી થયા પછી સીમંત કરીને ડિલવરી માટે ગયેલી પરણીતાએ સાસરિયા સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ ફરિયાદમાં સનસનીખેજ આરોપો લગાવ્યા છે. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી સાસુ પુત્રવધૂને સસરા સાથે સંબંધ બાંધવા દબાણ કરતી હતી. સસરા પણ પુત્રવધૂની છેડતી કરતાં હતાં. જોકે, પરણીતા સસરા સાથે શારીરિક સંબંધથી સંતાન પ્રાપ્તિ માટે તૈયાર ન થતાં સાસરીવાળાએ પરામે ટેસ્ટ ટ્યૂબ બેબીથી ગર્ભધારણ કરાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે પરણીતાએ ફરિયાદ કરી છે કે, દહેજ પેટે પેટ્રોલપંપ નામ કરાવી લાવવાની ધમકી પણ સાસરીવાળા દ્વારા આપવામાં આવી છે.
પરણીતાએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પરણીતાના વર્ષ 2013માં શંખેશ્વરના એક ગામમાં સાટાપ્રથામાં લ્ગન થયા હતા. પતિ આઠ વર્ષના લગ્નજીવનમાં એક પણ વાર શારીરિક સંબંધ બાંધી શક્યો નહતો. પુત્ર શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી વારસ માટે સાસુ સસરા સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. આ અંગે તેણે પતિને વાત કરતાં તેમણે પણ પરિવારને સમર્થન આપ્યું હતું. બીજી તરફ સસરા પણ તેની છેડતી કરતાં હતાં. આમ છતાં પરણીતા સંબંધ બાંધવા તૈયાર ન થતાં સાસરીવાળાએ ટેસ્ટટ્યુબ બેબી થકી ગર્ભ ધારણ કરાવ્યું હતું.
પરણીતાને ગર્ભ રહી જતાં સીમંત કરવામાં આવ્યું હતું. તેમજ સીમંતના એક દિવસ પહેલા પરત આવે એટલે એક પેટ્રોલ પંપ તેમના નામે લખાવી લાવવાની ધમકી આપી હતી. હાલ પરણીતાને નવમો મહિનો ચાલે છે. ત્યારે બાળકીને લઈને સાસરીવાળા કોઈ ખોટા આક્ષેપો લગાવે નહીં તે માટે તેણે પોતાના પરિવારના સમગ્ર હકિકત જણાવી હતી. પરિવારે હિંમત આપતાં તેણે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પરણીતાનો આક્ષેપ છે કે, પતિ પ્રાઇવેટ નોકરી કરતો હોવાથી બે-ત્રણ મહિને ઘરે આવે છે. બીજી તરફ પુત્રવધૂ ઘરે એકલી હોવાથી સસરા તેની છેડતી કરતા હતા. પોલીસે પરણિતાની રૂબરુમાં જુબાની ળઈને સાસરીવાળા સામે ગુનો નોંધ્યો છે. પરણીતાના સાટા પદ્ધતિથી લગ્ન થયા છે. એટલે એની નણંદના લગ્ન તેના ભાઈ સાથે થયા છે. જોકે, તેના પિતા અને ભાઈ હયાતમાં નથી. બીજી તરફ તેની ભાભીએ સાસરીમાં ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેની ભાભીની ફરિયાદ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. આમ, સામસામે ફરિયાદ થઈ છે.