(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં આમ આદમી પાર્ટીને લાગશે મોટો ઝટકો, કેટલાક કોર્પોરેટર સાંજે ભાજપમાં જોડાશે
સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. સુરતમાં આજે સાંજે આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે.
સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. સુરતમાં આજે સાંજે આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે. સુરત આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડુ પડી શકે છે.
જે લોકો આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેઓ કચરા સમાન છે. આ નિવેદન સુરત મનપાના નેતા વિપક્ષ ધર્મેશ ભંડેરીએ આપ્યું છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. કુંદન કોઠિયા સાથે અન્ય એક કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યાતા છે.
પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સામે પડકાર ઊભો કરે એ પહેલાં જ એમાં ભંગાણ પડવાની શરૂઆત થઇ છે. અઠવાડિયા પહેલા સુરતના આપના 5 કોર્પોરેટર્સે કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ હવે પાર્ટીના કેટલાક કોર્પોરેટરો પાર્ટીનો છેડો ફાડે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપમાં જોડાયેલા આપ પાર્ટીના પાંચેય નગરસેવકોનું સભ્યપદ રદ્દ કરવાની રજુઆત દરમિયાન 8 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હોવાથી મોટું સસ્પેન્સ સર્જાયું હતું.
બે વર્ષ બાદ આ તારીખથી શરૂ થશે પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા રાજ્યભરમાં ગુરુવારથી બાળમંદિર અને આંગણવાડી ખુલશે. કોરોનાની ત્રીજી લહેર શાંત થતા હવે શિક્ષણ પાટા પર આવવા લાગ્યું છે. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાળમંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આંગણવાડીમાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની સહમતી લેવામાં આવશે અને SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાળ મંદિર, આંગણવાડી અને પ્રિ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી બંધ હતી જે હવે વાલીઓની સહમતી સાથે ખુલશે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
7 ફેબ્રુઆરીથી 1થી 9 ઓફલાઈન શિક્ષણ શરૂ થયું
નોંધનીય છે કે, 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 ઓફલાઈન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરી હતી. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.